Vishesh News »

મહારાષ્ટ્રથી ચોરાયેલા ટેમ્પા સાથે ૪ વાપીમાં ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી ટાટા ટેમ્પો ચોરી કરી ચાર ઈસમો ગુજરાતના વાપી પંથકમાં આવતા ઍલસીબી પોલીસે ઝડપી પાડી ઉદ્યોગ નગર પોલીસમાં સોંપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઍલસીબી વિભાગની ટીમ આજે વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતાં. તે દરમિયાન ઍઍસઆઈ અલ્લારખુંભાઈ અમીરભાઈ વાનીને મળેલ બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાપીના યુપીઍલ બ્રિજ ચડતા રોડ ઉપરથી બ્લુ કલરનો ટાટા ટેમ્પો નંબર ઍમઍચ-૪૬-૦૭૩૬ને રોકી તપાસ કરતા જેમાં સવાર તનવીર ઉફે કજન મુન્ના ગુલામ રહે રાયગઢ મહારાષ્ટ્ર જીઆઉદ્દીન ઉર્ફે જસીમ નસરુદ્દીન મોહમ્મદ સમીમ નજર મોહમ્મદ ઉફે ભૂરા સબુશાહ અને સલીમ જૈનુલ તમામ રહે. મહારાષ્ટ્રના રાયગઢ અને મૂળ રહે. યુપીનાઓને ઝડપી પાડી તેમની પાસેથી મળી આવેલ ટાટા ટેમ્પો અંગેની તપાસ કરતા આ ટેમ્પો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા માંથી ચોરી કરી ટેમ્પોમાં જૂનો મંડપ ડેકોરેશનનો સામાન ભરી ગુજરાતના કોઈ શહેરમાં વેચાણ માટે જઈ રહ્ના હતાં. તે ઇસમોને ઝડપી પાડી આઠ લાખ રૂપિયાનો ટાટા કંપનીનો ટેમ્પો અને ઍક મોબાઇલ ફોન જેની કિંમત રૂ. ૫૦૦૦ મળી કુલ્લે આઠ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે લઈ વાપી ઉદ્યોગ નગર પોલીસમાં તમામ આરોપીઓને સોંપી ગુનો નોંધાયો હતો. જે અંગે ઉદ્યોગ નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.