Vishesh News »

વાપી જીઆઈડીસીમાં ઘરફોડ કરનાર ૪ ચોર મુદ્દામાલ સહિત ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ ઍલસીબી પોલીસે બાતમીના આધારે વાપી જીઆઇડીસી નેશનલ હાઇવે નંબર ૪૮ ના યુપીઍલ બ્રિજ ચડતા મુંબઈ તરફ જતા સર્વિસ રોડ પાસેથી મહારાષ્ટ્રથી ચોરાયેલા ટેમ્પો સાથે આરોપી ગણેશ સુનિલ પવાર રહે. ચણોદ અમરનગર ઇમરાન મોહમ્મદ ફારુક સિદ્દીકી રહે. ડુંગરી ફળિયા આઝાદ નગર, યોગેશ મહેન્દ્રસિંહ પરદેશી રહે. ચણોદ દેસાઈવાડ તથા અમિત મોહનલાલ ચૌહાણ રહે. ચણોદગામનાઓ પાસેથી રોકડા રૂ. ૪૨,૯૦૦ મોબાઈલ ફોન ૩ કિંમત ૧૫૦૦૦ રૂપિયા, ઍક રીક્ષા નંબર જીજે-૧૫-ટીટી-૬૩૯૭ કિંમત રૂ.૧૫૦૦૦ તથા ઍક સુઝુકી કંપનીનું મોપેડ કિંમત રૂ. ૨૫૦૦૦ ત્રણ લેપટોપ કિંમત રૂપિયા ૭૫ હજાર મળી ખુલ્લે ૧,૭૨,૯૦૦ નો મુદ્દામાલ ચોરી કરેલ મળી આવ્યો હતો. આ અંગે તમામ આરોપીઓને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ગુનો નોંધી સોંપવામાં આવ્યા હતાં. જ્યાં પકડાયેલા ચારે આરોપીઓઍ પોલીસને જણાવ્યું હતું કે લેપટોપ તથા રોકડા રૂપિયા ગણેશ ઇમરાન અને યોગેશ ૯ સાથે સાથે મળી ૧૫ ઍક દિવસ પહેલા બજાજ ઓટો રીક્ષા તથા મોપેટ લઈને રાત્રિના સમયે વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક આવેલ બાસ કોમ્પ્લેક્સના કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રોનિક્સની બે દુકાનના શટર તોડી લેપટોપની ચોરી કરી હતી તેમજ તા. ૧૯-૨-૨૦૨૪ ના રોજ રાત્રિ દરમિયાન જીઆઇડીસીના ફર્સ્ટ ફેસ માં આવેલ મેટલ કંપનીમાંથી રોકડા રૂ. ૭,૦૦૦ ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે ચારેયની અટકાયત કરી વાપી ઉદ્યોગ નગર પોલીસમાં સોપાયા હતાં. જ્યાં બે ગુનાઓનો ઉકેલ લાવવામાં ઍલસીબી પોલીસને સફળતા મળી હતી. જ્યારે આરોપી ગણેશ ઉફે દાદુ સુનીલ પવાર ડુંગરા પોલીસ મથકમાં ૬ વાપી ટાઉન અને સેલવાસ પોલીસ મથકમાં ઍક ઍક મળી આઠ ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જ્યારે યોગેશ પરદેશી પણ મહારાષ્ટ્ર અને સેલવાસની ચોરીના ગુનામાં અગાઉ ઝડપાઈ ચુક્યા છે. આ તમામ પકડાયેલા આરોપીઓઍ આ ચોરીનો મુદ્દા માલ અન્ય દુકાનદારને વેચી દીધા હતા. આ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસના પી.ઍસ.આઇ જે. ઍન. સોલંકી, કે. ઍમ. બેરીયા, ઍઍસઆઈ રાકેશભાઈ સહદેવસિંહ, કુલદીપસિંહ સંજય ચૌહાણ, રાજુ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોરના ઍઍસઆઈ અલ્લારખું વાની ન હોય ટીમવર્કથી ઉપરોક્ત ટોળકીને ઝડપી પાડવામાં કામગીરી કરી હતી.