Vishesh News »

ઍîધલમાં ટેમ્પામાંથી રૂ. ૧૨.૫૦ લાખના સાગ અને સિસમના લાકડા સાથે ૩ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૩ ઃ ચીખલી અને વાંસદા વન વિભાગના અધિકારીઍ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ઍîધલગામની હદમાંથી બાતમી આધારે ઍક આઇસર ટેમ્પામાં સાગ અને સીસમના લાકડા લઈ જતા ત્રણ લાકડા ચોરને ઝડપી પાડી ૧૨.૫૦ લાખના લાકડા તથા રૂ. ૧૫.૫૦ લાખનો ટેમ્પો મળી કુલ રૂ. ૨૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વન વિભાગ દ્વારા આપેલી માહિતી અનુસાર વલસાડ ઉત્તર વિભાગના નાયબવન સરક્ષક શ્રી સુશ્રી નિશા રાજ ભાવશે ને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ઍંધલગામની હદમાંથી ઍક આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫ -ઝેડ- ૧૬૩૩ માં સાગ ના લાકડા લઈ જવામાં આવી રહ્ના હોવાની બાતમી મળતા જે વાંસદા વન વિભાગના અધિકારી જેડી રાઠોડ અને ચીખલી વન વિભાગના અધિકારી અમિત પડસાલા સાથે સંયુક્ત રેડ ગોઠવી વહેલી સવારે ત્રણ વાગે ઉપરોક્ત નંબર વાળો ટેમ્પો પૂરપાટ ઝડપે દોડી રહ્ના હતો જેને અટકાવી ટેમ્પામાં તલાસી કરતા ટેમ્પામાંથી સાગી ચોરસા તથા સીસમના કુલ ૪૨ નંગ ચોરસા મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત રૂ. ૧૨.૫૦ લાખ ગણવામાં આવી છે જ્યારે આઇસર ટેમ્પા ની કિંમત રૂ. ૧૫.૫૦ લાખ ગણી ટેમ્પાનો ડ્રાઇવર પૂખરાજ રહે. અમદાવાદ તથા માલ ભરાવનાર પુનારામ ચૌધરી રહે. ખારેલ તેમજ સેનારામ દેવાસી ખારેલ ને ઝડપી પાડી જેમની પૂછપરછ કરતા આ માલ ડીશા ખાતે લઈ જતા હોવાનું જણાવી રહ્ના હતા જે બનાવની વધુ તપાસ ચીખલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પડશાલાઍ હાથ ધરી છે.