Vishesh News »

વલસાડની ડમ્પિંગ સાઇડ પર સાંજે અચાનક આગ

વલસાડ, તા. ૧૨- વલસાડના પારડીસાંઢપોરના ઔરંગા નદી કિનારે આવેલ નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ ઉપર આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. વલસાડ શહેર નજીકના પારડીસાંઢપોર ગામે ઔરંગા નદી કિનારે આવેલ ડમ્પીંગ સાઈડ કચરાના ઢગમાં આજે સાંજે ઍકાઍક આગ ભભૂકી ઉઠી હતી જે ઘટનાની જાણ કચરો ખાલી કરવા આવેલ ટ્રેક્ટરના કર્મચારીઓ દ્વારા વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને કરી હતી.ઘટનાની જાણ થતાની સાથે વલસાડ નગરપાલિકા મીની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવતા કોઈ પ્રકારની જાનહાની કે નુકસાની થઈ ન હતી. પરંતુ ફાયરના કર્મીઓઍ જણાવ્યું કે જો સમય પર આગ ઉપર કાબુ ન આવે તો આસપાસના વિસ્તારમાં સૂકો કચરો વધારે હોવાના કારણે આગ વિજ્ઞાન સ્વરૂપ પણ ધારણ કરી શકતી હતી.