Vishesh News »

વલસાડમાં રવિવારી હાટ બજારમાં ટ્રાફિક નિવારવા વાહનો માટે રસ્તા પ્રતિબંધિત

દ.ગં.ટા. પ્રતિનિધિ) વલસાડ, તા.૧૩ઃ વલસાડ શહેરના સ્ટેડીયમ રોડ ભીડભંજન, રામરોટી ચોક વિસ્તારના રસ્તાઓ વાહનચાલકો માટે બપોર બાદ બંધ કરી રવિવારી હાટ બજાર ખરીદી માટે ખુલ્લો મુકી દેવામાં આવતો હોય છે જેના કારણે રવિવારે હાટ બજારમાં વાહનચાલકો અને લોકોને થતી મુશ્કેલી હળવી બની છે. જાકે બીજી બાજુ જિલ્લામાં ફરીથી કોરોનાની ઍન્ટ્રી થઈ છે અને ઍક ડઝન ઉપરાંત કેસો તાજેતરમાં નોîધાઈ ચૂક્યા છે ત્યારે વલસાડની આ રવિવારી હાટ બજારમાં કોરોના સંબંધી ગાઈડલાઈન બાબતે વહીવટીતંત્રમાં સ્પષ્ટતા વર્તાઈ નથી અને સંક્રમણનું જાખમ ફરી સર્જાઈ ઍવા સંજાગો સર્જાઈ શકે છે. વલસાડ શહેરના રવિવારે હાટ બજાર શહેરના સ્ટેડીયમ રોડ ઍસટી ડેપો સામે ભીડભંજન મહાદેવ મંદિર રોડ, શાકભાજી માર્કેટ, આઝાદ ચોક, રામરોટી ચોક, બેચર રોડ, ગાંધી લાયબ્રેરી રોડ ઉપર વલસાડ કે બહારથી આવતા નાના વેપારીઓ વર્ષોથી ધંધો કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વલસાડ શહેરના સ્ટેડીયમ રોડ મહાદેવ મંદિર રોડ રામરોટી ચોક વિસ્તારમાં મુખ્ય હોવાથી રવિવારે હાટ બજાર ભરાતો હોવાના પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો બજારમાં ખરીદી કરવા આવતી ભીડના પગલે ટ્રાફિકજામની સમસ્યા થતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. જેને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાઍ શહેરમાં ટ્રાફિક સમસ્યા નહીં થાય તે માટે વલસાડ શહેરમાં રવિવારી હાટ બજાર બપોરે ૧૩ વાગ્યા બાદ શરૂ થતી હોય છે જેના કારણે તેઓઍ ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જીઆરપીના જવાનો શહેરના સ્ટેડીયમ રોડ, ભીડભંજન મહાદેવ મંદિર રોડ, રામરોટી ચોક વિસ્તારમાં વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દઈ ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે ખુલ્લો મુકી દેવામાં આવતો હોય છે. જેના કારણે દર રવિવારે વાહનચાલકો અને લોકોને થતી મુશ્કેલી હળવી બની છે.