Vishesh News »

ધરમપુરમાં ૭૫મો ઐતિહાસિક ગાંધીમેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો ઃ રવિવારે સમાપન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૩ ઃ સમગ્ર વિશ્વને સત્ય-અહિંસા નું સૂત્ર આપી અહિંસક સત્યાગ્રહો કરી પૂજ્ય મો.ક. ગાંધી ઍ બ્રિટિશ સલ્તનતના જુલ્મી શાસનમાંથી ભારત દેશને આઝાદ કર્યો હતો. પૂજ્ય બાપુ દેશી વસ્તુ માટે ભારે આગ્રહી હતા. જેથી તેનો પ્રસાર કરવા ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ સક્રિય છે,જેના પ્રમુખ પદ્મશ્રી ગફરભાઈ બીલખીયા-વાપી પ્રખર ગાંધીવાદી છે. પૂજ્ય બાપુના વિચારો કાર્યો તેમણે ચીંધેલી પ્રવૃત્તિઓને લોકભોગ્ય બનાવવા હાલની અને આવનારી પેઢીને બાપુના કાર્યોમાંથી પ્રેરણા મળી રહે તેવા શુભ હેતુથી ગાંધી મેળાનું છેલ્લા ૭૪ વર્ષથી રાજ્યભરમાં આયોજન થાય છે. ૭૫મો ગાંધી મેળો ૨૨ ફેબ્રુઆરીથી ધરમપુર તાલુકાની સુપ્રસિદ્ધ ઍસઍમઍસઍમ હાઇસ્કુલ ના સંકુલમાં ૨૫ ફેબ્રુઆરી સુધી ૫૮ સુંદર વૈવિધ્યસભર સ્ટોલ્સ સાથે યોજાયો છે, જેનો શુભારંભ ગુજરાત- વલસાડના ચુસ્ત ગાંધીવાદી પદ્મશ્રી ગફુરચાચા ના હસ્તે ખુલ્લો મુકાયો હતો જેમાં ખારા અબ્રામાના ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક, ડાંગ વલસાડ જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે ઉત્કૃષ્ટ સેવા નિવૃત્ત(૧૧/૧૯૯૪) થયેલા ગાંધીવાદી દ્વારા ધરાસણા સત્યાગ્રહ વિરલ બલિદાનોની યશ ગાથા- પુસ્તિકાનું ગાંધી મેળામાં વિમોચન થયું હતું. મુખ્ય મહેમાનપદે જીવાભાઇ આહીર અને વિશેષ વક્તા તરીકે જયભાઈ વશી ઉપસ્થિત રહ્ના હતા. કચ્છ, બોટાદ વિ. જિલ્લામાંથી પણ વિશિષ્ટ કામગીરી બનાવટ હાથકળા બ વાળી વસ્તુઓનું સુંદર પ્રદર્શન દરેક સ્ટોલને આકર્ષક બનાવે છે જે જોવા અને વસ્તુ ખરીદવા અનેક નાગરિકો-સ્વદેશી વસ્તુ ચાહકો આવે છે. ગાંધી કાર્યાલયમાં વલસાડના બીપીનભાઈ દેસાઈ કે જેઓ વલસાડ જી. બેંક અને શુકલેશ્વરધામ અનાવલ ખાતે સેવા આપી ચૂક્યા છે, અશોકભાઈ નાયક ૪૫ વર્ષ સુધી વલસાડ ખરીદ વેચાણ સંઘમાં મેનેજર હતા, મનુભાઈ દેસાઈ- છાપરા, સુમનભાઈ નાયક ગંધોર જેવા વયો વૃદ્ધ ગાંધીવાદીઓ સેવા બજાવી રહ્ના છે. ૨૫ ફેબ્રુઆરી રવિવારે બપોરે સાડા ત્રણ વાગે વાન્સદાના વન પંડિત અનુપસિંહ સોલંકીના પ્રમુખ પદે ગમનભાઈ પટેલ વસુધારા ડેરીના ચેરમેન, અરવિંદભાઈ પટેલ - જીતુભાઈ ચૌધરી- ધારાસભ્યો ની હાજરીમાં સમાપન સમારંભ યોજાશે જેમાં ડૉ. કાળુભાઈ ડાંગર -નમક સત્યાગ્રહ સ્મારક દાંડીના કો-ઓર્ડીનેટર ગાંધીજી વિશે વક્તવ્ય આપશે. ગાંધી મેળો- પ્રદર્શનને સવારે ૧૦ થી રાત્રિના આઠ સુધી ગાંધી પ્રેમીઓ માણી શકશે.