Vishesh News »

વાઘલધરા હાઈવે પર ટેન્કર પલ્ટી આગના ગોળામાં ફેરવાયુંઃ ત્રણ વાહનો ખાખઃ બે ઇસમો ભડથું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ વલસાડના વાઘલધરા હાઇવે ઉપર કેમિકલ ભરીને જઇ રહેલી ટેન્કરે પલટી મારી ડીવાઇડરમાં ભટકાતા ટેન્કરમાં અચાનક આગ લાગી જતા પાછળ આવતી બે કાર તથા રસ્તાની બાજુમાં પાર્ક કરેલ સ્વીફટ કાર પણ આગની લપેટમાં આવી ગઇ હતી અને જાત જાતામાં આ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા નેશનલ હાઇવેનો બન્ને તરફનો માર્ગ બંધ કરી દેવાયો જેને લઇ હાઇવે પર લાંબી વહાનોની કતાર લાગી જવા પામી હતી. લોકલ ટ્રાફિકને આંતરીક રસ્તા પર વાળવામાં આવતા ઍ રસ્તા પર પણ ભારે ટ્રાફિક સર્જાયો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ જતા તાત્કાલીક ફાયર વિભાગની ગાડીઅો ઘટના સ્થળે પહોîચી પાણી તથા ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઇ હતી. આ ઘટનામાં બે ઇસમોની અર્ધબળેલી તથા ટેન્કરની બાજુમાંથી ઍક લાશ મળી કુલ બેના મોત થયા હતા. વલસાડ તાલુકાના વાઘલધરા નેશનલ હાઇવે ૪૮ પરથી આજે સાંજે ૫ઃ૪૫ કલાકે કેમિકલ ભરેલા ટેન્કરને અચાનક અકસ્માત થયા બાદ હાઈવે ઉપર પલટી મારી ડિવાઈડર વચ્ચોવચ પડ્યું હતું. કેમિકલવાળું ટેન્કર પલટી મારતા તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઇવે ઉપર દોડતા ત્રણ જેટલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. હાઈવે પર આજની ઘટના બનતા મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફનો બંને હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે પર આગની જાણ થતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો અને આ આગમાં બે ઇસમોના મોત થયા હતા. વાઘલધરા નેશનલ હાઈવે પર અકસ્માત બાદ આગ લાગવાની ઘટના બનતા નેશનલ હાઈવે પરના બંને રસ્તા પર વાહનોની અવરજવર બંધ કરાવી દેતા ટ્રાફિકજામ થતાં લાંબી કતારો જોવા મળી હતી. આજની ઘટના બાદ આજુબાજુના રહીશો વાહનચાલકો હાઇવે પર ભેગા થતા તેઓને દૂર મોકલી દીધા હતા. આગની ઘટનામાં જાનહાની અંગે જાણવા મળ્યું નથી. આગની ઘટના અંગે ડુંગરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.