Vishesh News »

ધરમપુર તા.પં.નું રૂ.૫૭.૧૧ કરોડથી વધુની પુરાંતવાળું બજેટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર,તા.૨૧ ઃ ધરમપુર તાલુકા પંચાયતની મંગળવારે યોજાયેલી સમાન્ય સભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ ૫૭,૧૧,૮૪,૭૦૯.૦૩ પુરાંતવાળું અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરાયું હતું. બજેટમાં કુલ રૂ.૨૭૩,૬૧,૬૩,૨૦૯,૦૩ અબજથી વધુની આવક સામે રૂ ૨૧૬,૪૯,૭૮,૫૦૦ અબજ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પિયુષ માહલાના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં ગત સભાની કાર્યવાહીને વંચાણે લઇ બહાલી અપાઈ હતી. વિપક્ષ સભ્ય બાળું સિંધાઍ ૧૫માં નાણાંપંચમાં લેવાયેલા વિકાસના કામોની દરખાસ્તની માંગ કરતા તા. પં. પ્રમુખે વલસાડ ખાતે મોકલવામાં આવી છે, આવશે ત્યારે તમામ સભ્યોને યાદી મળી જશે, અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે તાલુકા પંચાયત હસ્તકની દુકાનોના ભાડા વધારવા તેમજ દુકાનો તોડી રીનોવેશન કરનાર સામે કાર્યવાહી હાથ ધરવા બાબતે તા.પં. પ્રમુખે જે બાબતે સમિતિ બનાવવામાં આવી છે. સમિતિની બેઠક કર્યા બાદ જેતે નિર્ણય લેવાશે, વધુમાં કલ્પેશ પટેલે આદિમજૂથના મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકોને વહેલી તકે પ્રથમ હો નાખવા, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક શરૂ કરવા માટે મહેકમ મંજૂરી અને બ્લડ ચકાસણી પ્રમાણપત્ર ઉપરાંત સ્ટેટ હોસ્પિટલ ખાતે ત્ઘ્શ્ અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવા, તેમજ મરઘમાળ ગામે સસ્તા અનાજની દુકાન વિરવલ ગામે હોય જેને અલગ કરી મરઘમાળ ગામે કરવા, શાળામાં માંગવામાં આવતા જાતિના દાખલા માટે વિદ્યાર્થીઍ શાળામાં રજા પાડવાની ફરજ ઉભી થતી હોવાથી, જાતિના દાખલા માટે શાળામાં વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ વર્ષ ૨૦૦૮ના નિવૃત થયેલ આંગણવાડી વર્કરને લાભો માટે જરૂરિયાત દસ્તાવેજો પૂર્તતા કરવા માટે સહકાર આપવા, રજૂઆત કરી હતી. તા.પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪ નું સુધારેલ તથા અને ૨૦૨૪૨૫નું વાર્ષિક બજેટ રજુ કર્યું હતું. બજેટમાં રૂ ૨૭૩,૬૧, ૬૩,૨૦૯.૦૩ પૈકીની આવક સામે રૂ. ૨૧૬, ૪૯,૭૮,૫૦૦ નો ખર્ચ અંદાજવામાં આવતા રૂ ૫૭,૧૧,૮૪,૭૦૯.૦૩ ની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું.