Vishesh News »

વાપી જીઆઇડીસીમાં પાર્ક કરેલી ટ્રકની ચોરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૧ ઃ વાપી જીઆઇડીસીના ઍચડીઍફસી બેન્કના ઍટીઍમ સામેના રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક રાત્રિ દરમિયાન ચોરાઈ જતા વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકે ડ્રાઇવરે ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૯-૨-૨૦૨૪ ના રોજ રાત્રિ દરમિયાન જીઆઇડીસીના ઍચડીઍફસી બેન્કના ઍટીઍમ સામેના રોડ ઉપર ડ્રાઇવર શમશાદ ઝાકીર ખાન રહે વાપી જીઆઇડીસી હોરીઝન હોટલની નીચે આવેલ વસીમ રોડલાઇન્સની ઓફિસમાંનાઍ પોતાની ટ્રક નંબર સ્ત્રિં્ ૧૬ હૃ ૬૦૧૧ ને પાર્ક કરી હતી જે ટ્રક ને કોઈ ચોર ઈસમોઍ ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી જતા રહેલી સવારમાં તેઓઍ પોતે પાર કરેલી જગ્યાઍ ટ્રક નહીં દેખાતા ભારે શોધખોળ બાદ આજે વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ડ્રાઇવર શમશાદ ઝાકીર ખાન દ્વારા ટ્રક ચોરાયા ની ફરિયાદ કરાતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.