Vishesh News »

કાંજણહરીમાં ટ્રેક્ટરમાં નુકસાન કરતો યુવાન સીસીટીવીમાં ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ કોઈ અંગત અદાવત રાખી યુવાને કાજણહરી ગામના ખેડૂતના ઘર આંગણામાં પાર્ક કરેલા ટ્રેક્ટરમાં ઓઇલ નાખી ટ્રેક્ટરને નુકસાન કરતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થતા ટ્રેક્ટર માલિકે વલસાડ પોલીસ મથકમાં નુકસાન કરનાર વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડ તાલુકાના કાંજણહરી પડ્ઢિમ કોળીવાડમાં હેમંતભાઈ ભાણાભાઈ પટેલ રહે છે. ગત તારીખ ૧૩મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ૪ઃ૦૦ થી ૦૪ઃ૩૦ દરમિયાન હેમંતભાઈ ના ઘરે આવે છે. તને બીજા દિવસે હેમંતભાઈ પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈ જવા માટે ચાલુ કરતાં ચાલુ થયો ન હતું. જેથી હેમંતભાઈઍ ટ્રેક્ટર રીપેરીંગ કરવા માટે મિકેનિક ને બોલાવ્યો હતો જો કે મિકેનિકે ટ્રેક્ટરમાં તપાસ કરતા ખબર પડી કે કોઈ કે ઓઇલ નાખ્યું હોય જેના કારણે ટ્રેક્ટર બગડી ગયું હોવાનું જણાવ્યું હતું. જેથી હેમંતભાઈઍ પોતાના ઘર માં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા જોવા મળ્યું કે ઘરના આંગણામાં પાર્ક કરેલું ટ્રેક્ટર કોઈ ચોર ઈસમ ચોરી કરવા આવ્યો હોય તેવું લાગી રહ્નાં હતું. જોકે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા યુવાને ટ્રેક્ટર ઓઇલ નાખી ચાલી જતો જોવા મળ્યો હતો. કોઈક યુવાને ટ્રેક્ટરને નુકસાન કરતો હોવા ની કરતુત સમગ્ર કરતો જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેમણે વલસાડ રૂરલ પોલીસ મથકમાં નુકસાન કરનાર વૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.