Vishesh News »

જીલ્લામાં તમામ નોનવેજની દુકાનો બંધ રખાવવા વિઍચપીનું આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ - અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વલસાડ જિલ્લાના દરેક તાલુકા અને શહેર તથા ગામડાઓમાં આવેલ તમામ ચિકન શોપ મીટ શોપ તથા માસ અને માછલી તથા ઈંડા જેવી તમામ માંસાહારી દુકાનો તારીખ ૨૨ ૧ ૨૦૨૪ ને સોમવારના રોજ બંધ રાખવા માટે વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવાળાને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. પ્રા વિગત મુજબ આજે વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષભાઈ શાહ અને ભવ્યદિવ અમિત પટેલ ની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવાળાને રૂબરૂ મળી ને ઍક આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે સમગ્ર ભારત દેશના તથા સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રભુ શ્રીરામ લલ્લા ઍમના જન્મ સ્થળે અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્ના હોય તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૫૦૦ વર્ષ બાદ તારીખ ૨૨ ૧ ૨૦૨૪ ને સોમવારના રોજ થઈ રહી છે જેમાં વિશ્વના ૨૬ દેશો માં હિન્દુઓ દ્વારા દિવાળી પર્વ મુજબ ધાર્મિક પરંપરા મુજબનો આનંદ ઉત્સવ મંદિર કેન્દ્ર પર તથા ઘર ઘર દીપ પ્રગટાવી ઉજવણી કરી રહ્ના છે જેથી સમજતો હિન્દુ સમાજની અરજ છે કે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા કતલખાના ચિકન મટન શોપ ઈંડા શોપ જેવી તમામ પ્રકારની માંસાહારીની દુકાનો તેમજ લારી હોટલમાં નોનવેજની પ્રવૃત્તિ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે જે અંગે આપ દરેક તાલુકાઓમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.