Vishesh News »

નવેરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે પુરાણમાં સરકારી જમીન જ ખોદી નંખાઈ?

વલસાડ, તા. ૧૯ ઃ રૂ.૧૭ કરોડના ખર્ચે વલસાડના નવેરાગામે પારનદી કિનારે આવેલી સરકારી જમીનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બાંધકામ કામગીરીમાં બાજુમાં આવેલ ગૌચર કે સરકારી જમીનમાંથી રોયલ્ટી વગર માટી ખોદકામ કરી મોટા પ્રમાણમાં પુરાણ કરવામાં આવી રહ્નાં છે. તેમ છતાં વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમ સરકારી જમીનમાંથી રોયલ્ટી વગર માટી ખોદી લઈ જવા છતાં તપાસ કરવાની તસ્દી પણ લીધી ન હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ તાલુકાના નવેરાગામે પારનદી કિનારે આવેલી સરકારી જમીનમાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૧૭ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્ના છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ટેન્ડર મહેસાણાની પી. પી. પટેલ નામની ઍજન્સીને લાગ્યો છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ઇનડોર, આઉટડોર, હોકી, વોલીબોલ, કે અન્ય રમતો રમી શકે તે માટે બાંધકામ કરવામાં આવી રહ્નાં છે. ત્યારે આ ૧૭ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામમાં બાજુમાં આવેલી સરકારી જમીન કે ગોચરની જમીન માંથી માટીચોરો રોયલ્ટી કે પરમિશન લીધા વગર બેફામ ખોદકામ કરી માટી કાઢી મોટા પ્રમાણમાં પુરાણ કરવામાં આવી રહ્નાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સરકારી કે ગૌચરની જમીનમાંથી બિન્દાસ માટીની ખોદકામ કરી સ્પોર્ટસ કોમ્પ્લેક્સના પુરાણમાં કે અન્ય જગ્યાઍ પણ લઈ જતા હોવાની ચર્ચા ઉઠી છે. ક્યારે નવેરાગામે બની રહેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં સરકારી જમીનમાંથી રોયલ્ટી વગર માટી ખોલી લઈ જવા બાબતે વલસાડ ખાણ ખનીજ વિભાગ ની ટીમે તપાસ કરવાની તસ્દી પણ લીધી ન હોય તેવું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખની ઍ છે કે નવેરાગામ પાર નદી કિનારે સરકારી જમીન મોટા પ્રમાણમાં આવેલી હોવાથી કેટલાક માટી ચોરો આ જમીનમાંથી બિન્દાસ હજારો ટન માટીની ચોરી કરી જમીનને ખેદાન મેદાન કરી નાખ્યું છે. વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમ આ સરકારી જમીનમાંથી ખોદકામ વાળા સ્થળે જઈ તપાસ કરે તો માટી ચોરોનું ભોપાળુ બહાર આવી શકે તેમ છે. વલસાડ જિલ્લા કલેકટર નવેરા ગામે કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના ચાલી રહેલા કામમાં ધ્યાન આપે તે જરૂરી છે.