Vishesh News »

વલસાડ-ખેરગામ રસ્તાનું કામ ખોરંભે પડતાં ચિંતા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ખેરગામ, તા. ૨૦ ઃ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં વલસાડ ગુંદલાવ ખેરગામ ૭૦૧ અત્યંત વ્યસ્ત રા.ધો.માર્ગનું ધોબી કુવા સુધીનું ૧૦ મીટર પહોળાઈ, ગુંદલાવ સુધી ચાર માર્ગી રસ્તાનું કામ જંગલ ખાતાની જરૂરી મંજૂરી ન મળવાથી સવા વરસથી બંધ છે. સેગવાના બાબુભાઈ માહ્નાવંશી સહિત સરપંચોઍ દિવાળી પહેલા આપેલ મહેતલના લીધે ઍકમાત્ર તરસાડી પાસે સારું સ્લેબ ડ્રેનનું કામ પૂરું થયાને પણ ઍક મહિનો વીતી ગયો છતાં ખોરંભે પડેલા કામ માટે, નડતર દબાણ, ઝાડવાં દૂર કરી ફરી શરૂ થવાના કોઈ ચિન્હો જણાતા નથી. આગામી માસમાં લોકસભા ચૂંટણીની જાહેરાત ઢૂંકડી છે જે બાદ વરસાદ પણ શરૂ થશે જેથી ચોમાસા પૂર્વે જો નવીનીકરણ સંપૂર્ણ નહીં થાય તો ૪૦ ગામની પ્રજાઍ મુશ્કેલીના દિવસો પસાર કરવા તૈયારી કરવી પડશે.દોઢેક માસ પૂર્વે ગાંધીનગર અને દિલ્હીથી જંગલ ખાતાની મંજૂરી મળ્યાની વાત વહેતી થયેલી, જેમાં જરૂરી આદેશ-ઈન પ્રિન્સિપલ્સ હજુ પ્રા થયા નથી જેથી મા-મ વિભાગ કામ શરૂ કરાવી શક્યું નથી. જો આગામી સમયમાં અધૂરું કામ પૂરું કરવા માટે ત્વરિત પગલાં નહીં ભરાય તો આ માર્ગના લોકો-સરપંચો ફરી આંદોલન કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે.