Vishesh News »

ખેરગામ તાલુકાના બે દોડવીરોઍ દેશમાં નામ ચમકાવ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ખેરગામ, તા. ૨૦ ઃ ૪૪મી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૨૪ શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બાલેવાડી પૂના મહારાષ્ટ્ર ખાતે ૧૩ ફેબ્રુઆરી થી ૧૭ ફેબુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી નિવ્રૃત શિક્ષક મણીલાલ પટેલ તથા બાબુભાઈ પટેલ નિવૃત્ત લ્.વ્. કર્મચારીઍ દોડમાં ભાગ લીધો હતો. બંને દોડવીરોઍ ઉત્કૃષ્ટ પ્રશંસનીય દેખાવ કરતાં રાષ્ટ્રીય કક્ષાઍ ચંદ્રક વિજેતા બન્યા હતા. ખેરગામ તાલુકાના નાંધઈ-વાળી ફળિયાના રહેવાસી, ઍસ.ટી નિવૃત્ત કર્મચારી બાબુભાઈ સામજીભાઈ પટેલે મંગળવારે સુંદર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાઍ ૭૦ વર્ષથી ઉપરની કેટેગરીમાં ૮૦૦મી દોડમાં આખા ભારત દેશના દોડવીરોને પછાડી રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે તા. ૧૪/૦૨ બુધવારે પુનઃબાબુભાઈ માટે સોનાનો સૂરજ ઉગતા. ૪૦૦મી દોડમાં પણ આ બુઝુર્ગે યુવાનોને પણ શરમાવે ઍવું પ્રદર્શન કરી ભારત દેશના ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા રમતવીરોને પછાડી દ્રિતીય ક્રમે વિજેતા બન્યા હતાં. રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર મણીલાલ તથા બે બે ચંદ્રક મેળવનાર ઍસટી કર્મચારી (નિ.) બાબુભાઈ પટેલને ખેરગામ તાલુકાના અને નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તરફથી રાષ્ટ્રીય કક્ષાઍ નામ રોશન કરવા બદલ ધારાસભ્ય નરેશભાઈ પટેલ વિ.ના ખુબ ખુબ શુભેચ્છા-અભિનંદન મળ્યા હતા.