Vishesh News »

અંભેટી કેવીકેમાં વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઅોને પ્રમાણપત્ર વિતરણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૨૦ ઃ કપરાડાના અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તાલીમ પામેલા લગભગ ૩૧ જેટલા બહેનો અને ભાઈઓને કટીંગ અને ટેલરિંગનો કોષ પૂરો કરવા માટે સરકાર તરફથી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ દ્વારા તેમને બેંકમાંથી લોન અને શીખવા માટે સરકાર દ્વારા મફતની સહાય અને કેળવણી મળી રહે છે. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા અને સન્માનિત મહેમાનોમાં ગામના વતની ભાણાભાઈ વેસ્તાભાઈ પટેલ અને વાપી સીસીકાના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા. ઍમના દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. જેમાં પદ્મશ્રી ચાચાઍ બહેનો અને ભાઈઓને સીવણનો કોષ પૂરો કરવા માટે ધન્યવાદ આપ્યો હતો અને આ યોજનાઓ માટે આભાર માન્યો હતો. સિસિકાના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ દ્વારા પ્રાસગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. અંભેટી જેવા ગામડામાં આવી વડાપ્રધાન વિશ્વકર્મા યોજના હેઠળ સારા સુંદર કામો થઈ રહ્ના છે તે પ્રસંસનીય છે.