Vishesh News »

બલીઠા-સલવાવ માર્ગ પર કાર બિલખાડીમાં ખાબકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૦ ઃ વાપી હાઇવે બલિઠાથી સલવાવગામે જતા માર્ગ ઉપર આવેલ બિલખાડીમાં કાર ખાબકી પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા અને ક્રેન બોલાવી કાર તથા ચાલકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. પ્રા વિગત મુજબ આજે સવારે ૧૧ કલાકે વાપી હાઇવે બ્રહ્મદેવ મંદિરથી સલવાવગામમાં જતા માર્ગ ઉપર આવેલ બિલખાડીમાં ઍક કાર કંપનીના શોરૂમની કાર લઈને જતાં ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કે પછી કોઈ અગમ્ય કારણસર કાર સીધી બિલખાડીમાં ખાબકી હતી પરંતુ કારમાં સવાર ચાલકને કોઈપણ જાતની ઈજા થવા પામી ન હતી. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાનગી કંપનીની ક્રેન બોલાવી કારને સહી સલામત બિલખાડીમાંથી બહાર કડાઈ હતી.