Vishesh News »

આસુરા પુલ પાસે કાર ભટકાતા જીપ પલ્ટી ઃ બેને ઈજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૦ ઃ ધરમપુરના આસુરાગામે માન નદી ખાતે રોંગ સાઇડે આવેલા કાર ચાલકે જીપ સાથે અથડાવી દેતા પલ્ટી ગયેલી જીપમાં સવાર બે મજૂરોને ઇજા પહોંચી હતી. જે બનાવ અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધરમપુર તાલુકાના પીપલપાડા ગામના ઉપલા ફળીયા ખાતે રહેતા અને ડ્રાંઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ રામેભાઈ ગાવિત ગતરોજ સાંજે તેમની જીપ નંબર જી.જે-૧૫-બી.બી-૧૨૩૮ માં તેઓના ગામના વિસ્તારના રૂમલા ગામે મજૂરી અર્થ ગયેલા મજૂરોને ભરી ઘરે પરત ફરી રહ્ના હતા. જે દરમિયાન ધરમપુર વાંસદા માર્ગે આસુરા માન નદીના પુલ પાસેથી પસાર થતી વેળાઍ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર નંબર જી.જે -૦૫-સી.ઍન-૭૭૭૬ના ચાલકે કારને રોંગ સાઈડમાં લાવી તેઓની જીપ સાથે અથડાવી દેતા મજુરો ભરેલી જીપ પલ્ટી ગઈ હતી. જીપમાં સવાર સોનીબેન શંકરભાઈ ભોયાને પેટના જયારે સુષ્માબેન રાજુભાઈ ગવળીને કપાળના ભાગે ઈજાઓ પહોંચતા ઇમરજન્સી ૧૦૮માં સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લવાયા હતા. કાર ચાલક અકસ્માત સર્જી પલાયન થઇ ગયો હતો, બનાવ અંગે જીપ ચાલકે ધરમપુર પોલીસ મથકે કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.