Vishesh News »

બીલીમોરામાં વધુ ત્રણ બંધ મકાનમાં ચોરી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૦ ઃબીલીમોરામાં તસ્કરોનો તરખાટને લઈને બંધ મકાનો હવે સુરક્ષિત રહયા નથી. બીલીમોરા વિસ્તારમાં ચોરીની ઘટના ઍક સામાન્ય બાબત બની છે. ગત રાતના ફરી ઍકવાર ચોરટાઓ ઍ ચોરીને અંજામ આપી બીલીમોરા પોલીસ થી બે કદમ આગળ રહયા છે. ઍક પછી ઍક ઘરોમાં ચોરીઓનો સિલસિલો અવિરત ચાલુ જ છે.પણ પોલીસને આવા કેસોની તપાસમાં કોઈ રસ જ ન હોય ઍમ લાગી રહયું છે. ચોરી કરતી ગેંગ બંધ ઘરોની રેકી કર્યા બાદ ઘરોને નિશાન બનાવી અંજામ આપી રહયા હોવાની આશંકા જોવાઇ રહી છે. સોમવારે મધ્યરાત્રીઍ બીલીમોરા માં વધુ ત્રણ બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરો રૂ. ૩૫.૭૦ લાખના સોના ચાંદીનાં ઘરેણાં અને રોકડ ચોરી ગયા હતા. સોના હૈ તો જાગ જાઓ કયુ કી પોલીસ અપની મસ્તીમે મસ્ત હૈ ઔર ચોર અપની ચોરી મેં વ્યસ્ત હૈ બીલીમોરા પડ્ઢિમે વખારીયા બંદર રોડ ઉપર સાગર દર્શન ઍપાર્ટ. ની બાજુમાં સોમવાર રાત્રે ત્રણ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.૨૦.૨૦ લાખ રોકડ, ૩ કિલો ચાંદી અને સોના નાં ઘરેણાં મળી ૩૫.૭૦ લાખની માલમત્તા ચોરી જતા ચકચાર મચી હતી. બીલીમોરા પડ્ઢિમે વખારીયા બંદર રોડ, સાગર દર્શન નજીક રહેતા અને લસણ-શાકભાજીનો વ્યવસાય કરતા વૈજનાથ જુરીભાઈ યાદવ સોમવાર રાત્રે મકાન બંધ કરી પડોશમાં પોતાના બીજા મકાનમાં પરીવાર સંગાથે મીઠી નીંદર માણી રહ્નાં હતાં. તે દરમિયાન બંધ મકાનનો નકુચો તોડી તસ્કરો ત્રાટકયા હતા. અને મકાનમાં પ્રવેશી કબાટ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં શાકભાજી વેપારનાં રોકડા રૂ. ૨૦ લાખ, રૂ.૧૫ લાખની ત્રણ કિલો ચાંદી અને સોનાનાં ઘરેણાં મળી કુલ રૂ. ૩૫ લાખની માલમત્તા ચોરી ગયા હતા. જે બાદ પડોશ માં વધુ ઍક મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં રહેતા નિલેશભાઈ ગાંધી મકાનનાં ઉપરનાં માળે પરીવાર સાથે મીઠી નીંદરમાં હતા. તે વેળા નીચેનાં મકાનનો નકુચો તોડી રૂ.૨૦ હજાર રોકડા અને ૧૦ ગ્રામ સોનાનું મંગળસૂત્ર મળી ૭૦ હજારની માલમત્તા ચોરી ગયા હતા. જે બાદ નજીકમાં રહેતા નવીનચંદ્ર ત્રિભુવનદાસ રાણાનાં મકાનમાં ધાપ મારી હતી. જોકે ત્યાં ફાવ્યા ન હતા. બીલીમોરા પોલીસમાં લેખિત જાણ કરાઇ હતી. પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ અગાઉ પણ સોહરાચાલ માં મોટી ચોરીને અંજામ આપ્યો હતો.