Vishesh News »

વાપીની શિક્ષિકાના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી અપાતા ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૦ ઃ વાપીની ઍક શિક્ષિકાના બિભત્સ ફોટાને તેના પતિ સહિતના લોકોને મોકલી વોટસઍપ પર વાયરલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા સફીઉલ્લા મોહમ્મદ હનીફ શાહ મૂળ રહે. યુપી અને હાલ રહે. ઓતુર, પુના, મહારાષ્ટ્રને વાપીનીઍક શિક્ષિકા સાથે યુપી વતનમાં ઓળખાણ થઈ હતી ત્યારબાદ તેઓઍ ઍકબીજાનો મોબાઈલ નંબર લીધો હતો અને ફોન પર અવારનવાર વાતચીત કરતા હતા. તેઓ ક્યારેક વાપીમાં રૂબરૂ મુલાકાત પણ કરતા હતા અને ઍકવાર દમણ ખાતે ફરવા ગયા હતા. આ સમયે બંને જણાઍ ફોટા પાડી ફોનમાં સેવ રાખ્યા હતા. ત્યારબાદ મહિલાના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૪માં વાપીના કરવડ ગામે રહેતા ઍક યુવક સાથે ગોઠવાઈ ગયા હતા. જેથી મહિલાઍ સફીઉલ્લા સાથે વાતચીત કરવાનું ઓછુ કરી દીધુ હતુ. જેને લઈ સફીઉલ્લા મોહમ્મદ હનીફ શાહે મહિલા શિક્ષિકાને ધમકી આપી હતી કે, ‘તારા લગ્ન થઈ ગયા છે. જેથી તું મારી સાથે વાત કેમ નથી કરતી. હવે મારા સાથે વાત નહીં કરીશ તો મારી સાથેના ફોટાઓ છે તેને વોટસઍપમાં તારા પતિ અને બીજા લોકોને મોકલી વાયરલ કરી દઈશ.’ આમ કહી તે શખ્સે મહિલા તથા તેના પતિને બદનામ કરવા ધમકી આપી હતી. ઍટલું જ નહિ મહિલાને તો જાનથી મારી નાંખવા સુધી કહેવાયું હતું. જેને લઇ આ મહિલાઍ વાપી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્નાં છે.