Vishesh News »

વાપીમાં શ્રી મહેસાણા યુવક મંડળ બે દાયકાથી દર ઉત્તરાયણે લાડુ વિતરણ કરે છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ - વાપીમાં આવેલ મહેસાણા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ નિમિત્તે ગરીબ જરૂરિયાતમંદ અને સ્વાન તથા ગાય વાછરડાને લાડુ ખવડાવવાની પરંપરા ચાલુ રાખી છે. જે અંતર્ગત આજે ૧૦૦૦ કિલોના ઘઉં, તેલ અને ગોળના લાડુઓ બનાવવાની કામગીરી શરૂ કરાય છે. પ્રા વિગત મુજબ વાપીમાં આવેલ શ્રી મહેસાણા યુવક મંડળ દ્વારા વર્ષ ૧૯૯૨ થી ઉત્તરાયણ પર્વઍ ગરીબ જરૂરિયાતમંદ લોકો તેમજ શ્વાન ગાય વાછરડા તથા વાપીની આજુબાજુના ગામડાઓમાં રહેતા લોકોને તેલ તથા ગોળના લાડુઓ બનાવી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આજે મહેસાણા યુવક મંડળના સભ્યો તેમ જ મહિલાઓ દ્વારા લાડુ બનાવવાની કામગીરી વહેલી સવારના ૮ઃ૦૦ વાગે થી શરૂ કરાય છે અને જે મોડી રાત્રે સુધીમાં તૈયાર કરી દેશે અને તારીખ ૧૩ અને ૧૪ ના રોજ મંડળના સભ્યો અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં પહોંચી આ લાડુનો વિતરણ કરવામાં આવશે. જે અંગે મહેસાણા યુવક મંડળના સભ્યો અને વાપી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આ કાર્યમાં મદદરૂપ થઈ રહ્ના છે.