Vishesh News »

આજે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર દાનહમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૯ ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રમતગમતના વિકાસ માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. તેમના આ પ્રયાસોને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા સક્રિયપણે આગળ વધારવામાં આવી રહ્ના છે. ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રશાસકના માર્ગદર્શન હેઠળ દીવના સુંદર બીચ પર રાષ્ટ્રીય કક્ષાની દીવ બીચ ગેમ્સ-૨૦૨૪નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ ઍટલી સફળ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ તેમની મન કી બાતમાં અને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમયે તેનો ઉલ્લેખ કર્યો હતો. તે કાર્યક્રમની સફળતા પછી, પ્રશાસકના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ફરી ઍક ભવ્ય કાર્યક્રમ સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્ના છે, જેમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર ભાગ લેશે. આ ભવ્ય કાર્યક્રમમાં મંત્રી અને પ્રશાસકના હસ્તે કેન્દ્રશાસિત પ્રદેશના લગભગ ૩૫,૦૦૦ પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. જેમાં વિવિધ રમતોની ૧૨,૪૧૦ જેટલી સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેમાં ૧,૪૬૦ ક્રિકેટ બેટ, ૪,૩૮૦ ક્રિકેટ બોલ, ૭૩૦ ક્રિકેટ સ્ટમ્પસેટ, ૧,૪૬૦ વોલીબોલ, ૭૩૦ વોલીબોલ નેટ, ૧,૪૬૦ ફૂટબોલ, ૨,૧૯૦ કિટ્સનો સમાવેશ થાય છે. આ પ્રતિભાશાળી ખેલાડીઓમાં દાદરા અને નગર હવેલીની ૨૦ ગ્રામ પંચાયતોના ૭૦ ગામના ખેલાડીઓ, દમણની ૧૪ ગ્રામ પંચાયતોના ૨૪ ગામો અને સેલવાસ અને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના દરેક વોર્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે. સાયલી ક્રિકેટ સ્ટેડિયમ, દાદરા અને નગર હવેલી ખાતે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સાંજે ૪ ઃ ૩૦ કલાકે યોજાશે.