Vishesh News »

દાભેલમાં ક્રેનની ટક્કરે રીક્ષામાં સવાર બે મુસાફરોના ઘટનાસ્થળે મોત ઃ ૪ ને ઈજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ દમણના દાભેલ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી રીક્ષાને હાઇડ્રોલિક ક્રેને ટક્કર મારતા રિક્ષામાં સવાર બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ડ્રાઇવર તથા અન્ય ચારને ગંભીર ઈજા થતાં દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ જવા પામી હતી. પ્રા વિગત મુજબ આજે વહેલી સવારના પાંચ કલાકે દમણથી વાપી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ ડાભેલના કુંભારવાડ તરફ જતા ત્રણ રસ્તા પાસે થી પસાર થતી ઓટો રીક્ષા નંબર જીજે-૧૫-ડબલ્યુ-૦૦૭૩ માં પેસેન્જર ભરી વાપી તરફ જઈ રહ્ના હતો તે દરમિયાન સામેથી આવતી હાઇડ્રોલિક ક્રેન નંબર જીજે- ૧૫-ઍસવાય- ૯૮૦૩ ના ચાલકે પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી રિક્ષાને અડફેટમાં લેતા રિક્ષામાં સવાર બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત થઈ જવા પામ્યા હતા જ્યારે રિક્ષા ના ચાલક તથા અન્ય ત્રણને ગંભીર ઈજા થતાં તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે દમણ પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.