Vishesh News »

ખડોલીની કંપનીમાં આગ લાગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૯ ઃદાનહના ખાડોલી ખાતે આવેલી શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મોડી રાત્રીઍ અચાનક આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ ખાનવેલ ફાયરને થતા ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈને આજુબાજુના વિસ્તારના ફાયર ફાઈટરની ટીમની જેમાં સેલવાસ ફાયર, ભિલોસા ફાયરની ટીમની મદદ લઈને પાંચ-છ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કમ્પની બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું -ાથમિક તારણ સેલવાસ ફાયર ઓફિસરે જણાવ્યું હતું