Vishesh News »

વલસાડ સીટી પોલીસ સ્ટેશન પાછળ કચરામાં આગથી જ બે બાઈક ખાખ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ સીટી પોલીસ સ્ટેશન પાછળ કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા પોલીસ મથકના પોલીસકર્મી તાત્કાલિક દોડી ગયા હતા. આગની ચપેટમાં બે બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. વલસાડ સીટી પોલીસ સ્ટેશનની પાછળના ભાગે વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનો જમા લઈ સીટી પોલીસ મથક પાછળ મૂકવામાં આવ્યા હતા. પોલીસ મથકના પાછળના ભાગે કચરાના મોટા ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા મુદ્દામાલમાં જમા લીધેલી બે જેટલી બાઈક બળીને ખાખ થઈ હતી. સીટી પોલીસ મથક પાછળના ભાગે આગની ઘટનાની જાણ સીટી પોલીસ મથકના પોલીસકર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા..અને જે અંગેની આગની જાણ વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં બે જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવતા મોટી નુકસાની થતા તળી હતી.