Vishesh News »

છીરીમાં દુકાનદાર પિતા-પુત્ર સાથે મારામારીમાં ૪ ની ધરપકડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ વાપી નજીકના છીરીગામે ઍક મોબાઇલની દુકાન ધરાવનાર સાથે મારામારી કરતા ૪ ઇસમોને સમજાવવા ગયેલા દુકાન માલિકના પુત્રને મારા મારી કરનાર ઇસમોઍ મોઢામાં તથા શરીરના ભાગે ગંભીર રીતે માર મારતા ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપી નજીકના છીરી ગામે આવેલ ઍક મોબાઇલની દુકાન ચલાવતા જાવેદ અલી આબેદ હુસેન અન્સારી ઍ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૮મી ફેબ્રુઆરીઍ તે છીરી ગામે આવેલ તેમની મોબાઇલની દુકાનમાં હતો. ત્યારે તેની પાસે મોબાઈલ રીપેરીંગ કરી મોબાઈલના ૧૨૦૦ રૂપિયા બાકી રાખી જનાર તેનો મિત્ર પ્રિયાંશું રાત્રે દુકાન પર આવતા બાકી પૈસાની માંગણી કરી હતી. જેમાં તેમણે પૈસા આપવાનીના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમ્યાન નજીકમાં ઉભેલા આનંદકુમાર પ્રેમનારાયણ સીંગે પાસે આવી બોલાચાલી કેમ કરે છે. તું અહીં જ ઉભો રહે હું હમણાં આવું છું કહીને જતો રહ્ના હતો. જે થોડીવારમાં તેના અન્ય મિત્રો રોહિત રવિભાઈ ભારતી, નરેન્દ્ર ભોલાભાઈ પ્રજાપતિ, મનીષ રાજબહારને લઈને આવ્યો હતો. ચારેયે ફરિયાદીને માર મારવાનું શરૂ કર્યું હતું. જે જોઈ દુકાન માલિકના દીકરા નબી ઍહમદ મલિકે ઝઘડો નહિ કરવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ચારેય ઈસમ ઓઍ તેને મોઢા અને શરીરના ભાગે ઢીક્કામુક્કીનો મારમારી ઘાયલ કરાતા આ સમયે અન્ય લોકો દોડી આવતા મારામારી કરનાર ઈસમો ત્યાંથી ભાગી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. ઘટનાને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા નવી અહમદને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્યાંથી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ક્યારે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.