Vishesh News »

જુજવાના બિલ્ડરને ચેક રિટર્નના બે કેસમાં સજા અને દંડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના જૂજવાગામના બિલ્ડરે કુબેર ગ્રીન રેસીડેન્સી નામે પ્લોટીંગ કરી અટક પાર્ટી ગામના ફરિયાદી પાસેથી ૧૫ લાખના પ્લોટ નો સોદો કરાવ્યા બાદ સોદો રદ કરી આપેલા બે ચેકો રિટર્ન થવાના કેસમાં વલસાડની કોટે બિલ્ડર આરોપીને બે કેસોમાં ઍક ઍક વર્ષની સજા અને રૂ. ૧૫.૭૫ લાખનો દંડ માંથી રૂ. ૧૫ લાખ રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે.વલસાડ તાલુકાના અટકપારડીગામે આવેલ પદ્માવતી નગરમાં હિરેનકુમાર અરવિંદભાઈ પટેલ, રહે છે. વલસાડમાં મિલકત ખરીદવા માંગતા હોય જેથી તેમણે જુજવાગામના માજી સરપંચ અને વ્યવસાય બિલ્ડર ઍવા બીપીનભાઈ ધીરુભાઈ પટેલ નો સંપર્ક કર્યો હતો. બિલ્ડર બીપીન પટેલે પોતાના ઝુંઝવા ગામે આવેલ કુબેર ગ્રીન રેસીડેન્સી નામે પ્લોટીંગ કરે છે તેમ કહી તેમને કુબેર ગ્રીન રેસીડેન્સીમાં પ્લોટ બતાવતા હિરેનકુમાર પટેલને પસંદ આવતા સોદો ૧૫ લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો. પ્લોટના વેચાણ હવે જ પેટે તારીખ ૧૯ /૧૨/ ૨૦૨૦ ના રોજ રોકડા રૂપિયા ૯ લાખ અને બાકી રકમ રહેલ છ લાખ થોડા થોડા આપી ચૂકવી દીધા હતા. પ્લોટ ની રકમ ચૂકવવા તેમ છતાં બિલ્ડર બીપીન પટેલે તેને પ્લોટ નો દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને પ્લોટ નો સોદો રદ કર્યો હતો. પ્લોટ ખરીદનાર હિરેન પટેલને આપેલી રૂ.૧૫ લાખ ઍ રકમ ટૂંક સમયમાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. બિલ્ડર બીપીન પટેલે પ્લોટ લેનારને સહી કરેલા ત્રણ ચેકો આપ્યા હતા. જેમાં તા.૦૬/૧૨/૨૦૨૨ ના રોજ ઍચડીઍફસી બેન્કનો વલસાડ શાખાનો પાંચ પાંચ લાખના ત્રણ ચેકો લખી આપ્યા બાદ ચેક જમા કરાવતા ત્રણેય ચેક રિટર્ન થયા હતા. ત્રણ ચેક રિટર્ન થતાં ફરિયાદી હિરેન પટેલે પોતાના વકીલ મારફતે બિલ્ડર બીપીનભાઈ ધીરુભાઈ પટેલને નોટિસ મોકલાવી હતી. તેમ છતાં તેમણે નોટિસનો જવાબ આપ્યો ન હતો જેથી હિરેન પટેલે તારીખ ૧૩/૨/૨૦૨૩ ના રોજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ચેક રીટર્નની બે જુદી જુદી ફરિયાદો બાદ બંને કેસની સુનવણી હાથ ધરાતા બંને પક્ષને વકીલોને દલીલને સાંભળ્યા બાદ વલસાડના ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનય કુમાર મોઢે બિલ્ડર આરોપી બીપીનભાઈ ધીરુભાઈ પટેલ રહે. જુજવા તા.જી. વલસાડને બંને કેસોમાં ઍક ઍક વર્ષની સજા અને રૂ. ૧૫.૭૫ લાખનો દંડ ફટકારી દંડમાંથી રૂ. ૧૫ લાખની રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે.