Vishesh News »

દાનહના સાંસદ કલાબેન ડેલકરે વિસ્તારના પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા રજુઆત કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ,તા. ૧૯ ઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આજે જીલ્લા કલેકટર પ્રિયાંક કિશોરને ઍક પત્ર પાઠવી દાદરા નગર હવેલીના ક્ષેત્રમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય વેપારધંધા, જંગલ-જમીન, સ્માર્ટસીટી અને રોજગારી બાબતે જરુરી કાર્યો પુરા કરવા અને સમસ્યાઅો ઉકેલવામાં સક્રિયતા માટે રજુઆત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યુ હતું કે જયારે તેમનો લોકસભાનો કાર્યકાળ પુર્ણ થવા જઈ રહ્ના છે ત્યારે તેમના સમયગાળા દરમ્યાન અનેકવાર આ પ્રશ્નો માટે તેમણે રજુઆતો કરી છે પરંતુ માત્ર આશ્વાસનો સિવાય કોઈ સમાધાન મળ્યુ નથી. તેમણે ઉમર્યુ કે દાનહમાં રસ્તાઅો બિસ્માર થઈ ચૂકયા છે અને સેલવાસ સંલગન્ગામોની સરહદોના આંતરિક અને મુખ્ય રસ્તાઅો પણ બિસ્માર બની ચૂકયા છે. જેથી અકસ્માતો પણ વધ્યા છે. અને લોકોને હાડમારી પડી રહી છે. ઍ જ રીતે દાનહના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા પણ છે. હર ઘર નળ યોજના હેઠળ પાઈપલાઈનો તો નંખાઈ ગઈ છે પરંતુ નળમાં પાણી પહોચ્યું નથી અને હવે જયારે ઉનાળો શરુ થવા જઈ રહ્ના છે ત્યારે સમગ્ર પ્રદેશમાં પાણીનો પ્રશ્ન વકરશે. ઍ જ રીતે વિજળી કાપથી પણ જનતા ત્રાસી ગઈ છે. શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઅોના પાછલા ત્રણ વર્ષથી સ્કોલરશીપો મળી રહી નથી. તો આરોગ્ય ક્ષેત્રે સરકારી હોસ્પિટલોમાં દવાની અછતને કારણે ગરીબ દર્દીઅો મોîઘી દવાઅો બજારમાંથી ખરીદવા મજબુર બન્યા છે. અન્ય પ્રશ્નોમાં શાકભાજીના વેપારીઅો માટે કોઈ ચોક્કસ માર્કેટ ન હોવાનો પ્રશ્ન, જંગલ-જમીન અંગેના મુદ્દાઅો, સેલવાસ સ્માર્ટસીટી યોજનાનું અધુરુકામ વગેરે યોજનાઅો પુરી થાય ઍના માટે લોકો રાહ જાઈ રહ્નાં છે. પ્રશાસન દ્વારા આવા વિવિધ પ્રશ્ને ઉકેલ નહી આવતા લોકો પરેશાન થઈ રહ્નાં છે. સાંસદે પોતાના સંસદનીધિમાંથી ખર્ચ કરીને પણ ઉપરોકત સમસ્યાના ઉકેલ માટે લિખિતમાં પ્રસ્તાવ કર્યા હતાં પરંતુ તેનો પણ કોઈ જવાબ મળ્યો નથી. ઍ બધી બાબતોને તેમણે ગંભીર લેખાવી તાત્કાલિક અસરથી પગલા લેવા માટે અનુરોધ કર્યો છે.