Vishesh News »

વઘઈના શિવાજી ચોકમાં વેસ્ટમાંથી બનેલી તોપનું અનાવરણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૯ ઃ ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે શિવાજી ચોક ગૃપનાં યુવાનો ઍ વેસ્ટ માંથી બેસ્ટ સાધન સામગ્રી ભેગી કરી હાલમાં થોડા દિવસ અગાઉ તોપનુ નિર્માણ કર્યું હતુ. જે તોપનું આજ રોજ શિવાજી મહારાજની જન્મ જયંતીનાં દિવસે માજી જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિત અને વઘઈ તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદરભાઈ ગાવિતનાં હસ્તે શ્રીફળ વઘેરી અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ તોપ હવે વઘઈની શોભામાં વધારા કરશે. લખાય છે. અને મોટી સંખ્યામાં યુવાનો બાળકો તોપ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા હતા.