Vishesh News »

પારનેરામાં ઍટીઍમ તોડી ચોરીના પ્રયાસમાં આરોપીને બે વર્ષની સજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ ત્રણ વર્ષ અગાઉ વલસાડના પારનેરામાં આવેલી બીઓબી બેંકના ઍ.ટી.ઍમ. મશીન તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરતા વલસાડ પોલીસે ઝડપી પાડેલા દુલસાડગામના ૨૮ વર્ષીય આરોપીને વલસાડની કોર્ટે બે વર્ષની કેદ અને રૂ. ૬૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો આ દંડની રકમમાંથી રૂ. ૫૦,૦૦૦ ની રકમ બેંકને વળતર તરીકે ચૂકવવાના હુકમ કર્યો છે. તા. તારીખ ૧૯/૨/૨૦૨૧ ના રોજ રાત્રે ૧૧ઃ૧૫ કલાકે અતુલ પારનેરા લીમડા ચોક પાસે આવેલી બેîક અોફ બરોડાના ઍટીઍમ મશીન આવેલું છે. બેંકના ઍટીઍમ મશીન પાસે અંદર ઉભેલા ઈસમ પર શંકા જતા તપાસ કરતાં જોયું તો ઍટીઍમ મશીનનું નીચેનો ભાગનું કવર તોડી નાખેલું જોવા મળ્યું હતું. ઉભેલા ઈસમ વિજય ઉર્ફે વિપુલ નારણ પટેલ ઉંમર વર્ષ ૨૮ રહે દુલસાડ સીધી ફળિયા તા. જી. વલસાડની વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં બેîક અોફ બરોડા પારનેરા લીમડા ચોક શાખાના મેનેજર ગણેશભાઈ નગીનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ વલસાડની કોર્ટમાં ચાલતા કેસની સુનાવણી હાથ ધરાતા બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ ઍપીપી વિજય આર સોલંકીની દલીલોને ગ્રાહ્ના રાખી વલસાડનાં ઍડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વિનયકુમાર દશરથલાલ મોઢે આરોપી વિજયભાઈ ઉર્ફે વિપુલ નારણભાઈ પટેલ રહે. દુલસાડ સીધી ફળિયા તા. જી વલસાડને બે વર્ષની કેદની સજા અને રૂ. ૬૦ હજાર પુરાનો દંડ ભરવો દંડની રકમ નહીં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકાર તો હુકમ કર્યો છે. દંડની રકમ કોર્ટમાં જમા કરાવી ફરિયાદીને બેîક અોફ બરોડા વાંકલ શાખાને ૫૦,૦૦૦ રૂપિયા વળતર તરીકે ચૂકવવા અને બાકીની દંડની રકમ ૧૦,૦૦૦ રૂપિયા સરકારમાં જમા કરવાનો હુકમ કર્યો છે.