Vishesh News »

બીલીમોરામાં ભકિતશૌર્યગીત સાથે શિવાજી જયંતિ ઉજવાઈ

બીલીમોરા, તા. ૧૯ ઃ બીલીમોરા માં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૪મી જન્મ જયંતિ પ્રસંગે ડીજે મ્યુઝીક ઉપર દેશ ભક્તિ શૌર્ય ગીત સંગીત સાથેની બાઈક રેલી ઍ આકર્ષણ જમાવ્યું હતું.શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમા પ્રતિષ્ઠાન સમિતિ દ્વારા વર્ષ ૨૦૦૬ માં રેલ્વે સ્ટેશન સામે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ માં દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે પુર્ણ કદની અશ્વારૂઢ પ્રતિમાને સમર્પિત કરી હતી. દરમિયાન સમસ્ત મરાઠી સમાજ, મહારાષ્ટ્ર યુવા સંગઠન નાં નેજા હેઠળ સોમવાર સવારે હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૪મી જન્મ જયંતિ પ્રસંગે સોમવાર સવારે આંતલીયા સર્કલ થી ડીજે મ્યુઝિક સિસ્ટમ ઉપર રેલાતા શૌર્ય ગીત સાથે ગંગામાતા મંદિર થઈ સ્ટેશન શિવાજી પ્રતિમા સુધી બાઈક રેલી યોજાઈ હતી. જે બાદ મહારાષ્ટ્રીયન સમાજના પ્રમુખ વિજય સાને, માજી પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, રમેશ રાણા, આસુસિંગ લબાના, રામબાબુ શુકલા, મલંગ કોલીઆ અને સમાજજનો ઍ આરતી બાદ શિવાજી મહારાજ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અગ્રણીઓ ઍ શિવાજી મહારાજ ની વીરગાથાનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે વાતાવરણમાં શિવાજી મહારાજનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યા માં નગરજનો ઉપસ્થિત રહ્નાં હતાં.