Vishesh News »

મલાવના વગડામાં દવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૯ ઃ ઉમરગામના જંગલ વિસ્તારમાં અચાનક જ દવ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઉમરગામના મલાવ વિસ્તારમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોઍ વન વિભાગને જાણ કરી હતી. ઉમરગામ ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગ કયા કારણસર લાગી તે હજી જાણી શકાયું નથી.. ઉમરગામના ફોરેસ્ટની જગ્યામાં અચાનક આગ લાગતા મચી દોડધામ હતી સંજાણ ભિલાડ નજીક આવેલ મલાવ રોડ પર ફોરેસ્ટની જગ્યામાં લાગી આગ હતી આગ લાગવાની ઘટનાને પગલે ઉમરગામ ફોરેસ્ટના જવાનો અને ઉમરગામ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા પવનના વેગના કારણે આગ વધુ પ્રસરી હતી.