Vishesh News »

મૃગમાળમાં નિયુકત શિક્ષકની ફરજ પર ચઢવા નહીં દેવાય તો ઉપવાસની ચિમકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ધરમપુરની મૃગમાળ શાળામાં બદલી કરવામાં આવ્યા બાદ હાજર થવા છતાં ઍસઍમસી કમિટીના સભ્યોને ગેરમાર્ગે દોરી ત્રણ દિવસ સુધી શાળાના ગેટ પર તાળાબંધી કરી ઍસઍમસી કમિટીઍ શાળામાં હાજર નહીં કરતા બદલી વાળી પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવવા હાજર કરવા માટે વલસાડ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. શિક્ષકને ન્યાય નહિ મળે તો જિલ્લા પંચાયત કચેરી આગળ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે ધરમપુર તાલુકાના મૃગમાળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક નિલેશભાઈ જે. પટેલે આજરોજ વલસાડ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે કે મૃગમાળ પ્રાથમિક શાળામાં તા. ૧૪/ ૨/ ૨૦૨૪ ના દિનથી ત્રણ દિવસ સુધી ઓફિસમાં બેસાડવામાં આવ્યો હતો. શાળાના સમય બાદ ઍક લેખિતપત્ર આપ્યો અને શાળાના ઍસઍમસી કમિટીના સભ્યાઍ હાજર કરવાની ના પાડી હતી બીજા દિવસે ૧૫-૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ઃ૧૫ કલાકે થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી શાળાના મુખ્ય ગેટ આગળ હાજર રહ્ના હતો. તે દરમિયાન શાળામાં ગેટ ઍસઍમસી કમિટીના સભ્યોઍ તારું મારી દીધું હતું. જે અંગે ધરમપુર તાલુકા ટી.પી.ઈ.ઓ.ને જાણ કરતા તેઓ મૂર્ગમાળ પ્રાથમિક શાળામાં તપાસે આવી નિવેદન લીધું હતું. તા. ૧૬-૨-૨૦૨૪ ના રોજ શાળામાં હાજર થવા જતા આચાર્ય અને ઍસઍમસી કમિટીના સભ્યોઍ શાળાના ગેટને તાળું મારી દેતા શાળા પરિસરમાં પ્રવેશ કરી શક્યો ન હતો જે અંગે વલસાડ પ્રાંત અધિકારી ને જાણ કરતા શાળાના મુખ્ય ગેટનું તાળું ખોલવા અગાઉ શાળાના આચાર્ય અને ઍસઍમસી કમિટીના સભ્યોઍ નિવેદન લીધું હતું. તા. ૧૬-૨- ૨૦૨૪ ના રોજ સાંજે જાણ કરવામાં આવી કે બીજો હુકમ ના આવે ત્યાં સુધી વલસાડ જિલ્લા પંચાયત કચેરીયા હાજર રહેવાનો હુકમ કર્યો હતો. વલસાડ જિલ્લા ડીપીઈઅો જીલ્લાની વધુ ઘટવાળી શાળામાં મારો ફરી બદલી હુકમ કરવા થઈ શકે છે. ઍક ભુલની સજા કેટલી વખત આપવા માંગે છે. અને શા માટે માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે. જો ફરી સજાના ભાગ રૂપે દુર્ગમ વિસ્તારમાં પુનઃસ્થાપનનો હુકમ કરવામાં આવશે તો ન્યાય મેળવવા ગાંધી ચીંધ્યા માર્ગે વલસાડ જિલ્લા પંચાયતની કચેરીની સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.