Vishesh News »

વલસાડમાં જર્જરીત ૬૧ મકાનો ઉતારી લેવા અોનલાઈન ટેન્ડર બહાર ન પડતાં ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ ચાર વર્ષ અગાઉ વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા તિથલ રોડ પર આવેલ જર્જરિત સરકારી ૫૬ મકાન તથા અન્ય ૫ મકાનો મળી કુલ ૬૧ મકાનો તોડવા માટે સરકારી અધિકારીઓ ઓનલાઇન ટેન્ડર બહાર પાડવાના બદલે કોન્ટ્રાક્ટરો સાથે મેળાપીપણા કરી જર્જરિત ૬૧ મકાનોની કિંમત રૂ. ૧૬ લાખની અપસેટ કિંમત નક્કી કરી તેમ છતાં ઓનલાઇન ટેન્ડર બહાર નહિ પાડતા વેપારીઓમાં ભારે રોષ ઉઠતા ઓનલાઇન ટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.વલસાડ શહેરના તિથલ રોડ પર મોટા પ્રમાણમાં સરકારી વસાહત આવેલી છે. આ સરકારી વસાહતો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્ના છે. ત્યારે વર્ગ-૩ અને૪ના કર્મચારીઓ માટે ફાળવવામાં આવેલી બિલ્ડિંગમાં પાંચ જેટલી બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ જર્જરીત બિલ્ડીંગ હોવા તેમ છતાં સરકારી અધિકારીઓ અને કોન્ટેક્ટ કરો સાથે મીલીભગત કરી બારોબાર જર્જરિત મકાનો તોડી પાડી રોકડી કરી લેવા માટે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે ૫૬ મકાન તથા અન્ય ૫ મકાનો મળી કુલ ૬૧ જર્જરિત મકાનો તોડવા માટે ચાર વર્ષ અગાઉ વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા ઓછી કિંમતે મકાનો તોડી નાખવા માટે કોન્ટ્રાક્ટરો સાથે સરકારી અધિકારીઓની મીલીભગત કરી બરોબર સગેવગે કરવાની હિલચાલ કરતા વલસાડ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં રહી કાટમાળનો ધંધો કરનારા વેપારીઓઍ ભરે વિરોધ કર્યો હતો અને જે અંગે ઉમરગામના માજી મંત્રી અને હાલના ધારાસભ્ય રમણલાલ પાટકરને રૂબરૂ રજૂઆત કરતા તેમણે મકાનો તોડી પાડતા અટકાવ્યા હતા. ચાર વર્ષ બાદ ફરી આજ બિલ્ડીંગ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઍ ઉપરથી દબાણ હોવાનું જણાવી સરકારી બિલ્ડીંગોની અપસેટ કિંમત રૂ. ૧૬ લાખથી વધુ હોવા તેમ છતાં વલસાડ માર્ગ મકાન વિભાગના અધિકારીઓઍ આ બિલ્ડીંગ તોડવા માટે કોઈપણ ઓનલાઇન ટેન્ડરો બહાર નહીં પાડી જર્જરિત મકાનો તોડી પાડવા માટે પોતાના કોન્ટ્રાક્ટ આપવા માટેની હિલચાલ થતા વલસાડના કાટમાળના વેપારીઓઍ ભારે વિરોધ કરી રજૂઆત કરતા અધિકારીઍ ૬૧ જર્જ રીત મકાનોની જાહેર હરાજી ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.