Vishesh News »

વીઆઈઍમાં કેમીકલ્સ રેગ્યુલેટરી અંગે સેશન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન રેગુલેટરી રિપ્રેઝેન્ટીવ્સ ઍન્ડ મેનેજર્સ ઍસોસીઍશન, ગ્લોબલ પ્રોડકટ કાઉન્સીલ અને કેમેકસીલ દ્વારા સંયુક્ત રીતે ‘ગ્લોબલ કેમીકલ્સ રેગુલેટરી આઉટલૂક-૨૦૨૪’ પર ઍક અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર રાસાયણિક અનુપાલન સંબંધિત ઉદ્યોગોમાં સમજણ અને ક્ષમતા વધારવા ઉપયોગી હોવાથી ઉદ્યોગની સમજને પ્રોત્સાહન આપી શકાય છે. તેથી તે ઉદ્યોગકાર મિત્રો માટે ઘણું લાભકારી નિવડી શકે. આ સેશનમાં વીઆઈઍના પ્રમુખ સતિષ પટેલ, મંત્રી કલ્પેશ વોરા,જીપીસીબીના સીઈઅો, આરઆરઍમેના મેમ્બર સેક્રેટરી, વીઆઈઍના સભ્યો અને હોદ્દેદારો સહિત વાપીની અગ્રણી કંપનીઅોના તજજ્ઞો-ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્નાં હતાં.