Vishesh News »

વલસાડ કોમર્સ યુનિવર્સિટી અથ્લેટીકસ મીટમાં ૧૩ મેડલો જીતી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ૨૦૨૪ ઍથ્લેટીક્સ મીટનું ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી આયોજન થયું હતું. ૫૦ મી યુનિવર્સીટી ઍથ્લેટીક્સ મીટ ૨૦૨૩-૨૪માં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ, વલસાડના ૨૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ ઍથ્લેટીક્સ મીટ માં ભાગ લીધો હતો. જેમાં ૧૩ જેટલા વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. મેડલ પ્રા કરનાર ખેલાડીઓ ૧) હરીખેન સિંઘ - ટ્રીપલ જમ્પ - ભાઈઓ - કોમર્સ કોલેજ - સિલ્વર મેડલ, ૨) અનીતા ડોકિયા - ૪૦૦મીટર હર્ડલ (બહેનો ) - સિલ્વર મેડલ, ૩) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી - ૪ હ્ ૧૦૦ મીટર (બહેનો) - સિલ્વર મેડલ, ૪) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી - ૪ હ્ ૪૦૦ મીટર (બહેનો) - સિલ્વર મેડલ, ૫) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી - ૧૧૦ મીટર હર્ડલ (બહેનો) - બ્રોન્ઝ મેડલ, ૬) પંકજ ગવલી - ૮૦૦ મીટર રન (ભાઈઓ) - બ્રોન્ઝ મેડલ, ૭) રોહિત ઝા - ડિસ્કસ થ્રો (ભાઈઓ) - બ્રોન્ઝ મેડલ આ સર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સીટી ઍથ્લેટીક્સ મીટમાં બહુ સફળ રીતે યુનિવર્સીટી લેવલ પર વિવિધ મેડલ મેડલ મળવા બદલ આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાઍ સર્વ વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન આપ્યા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાઍ જાય ઍવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડના ટ્રસ્ટીઓ ચેરમેન સ્વાતિબેન લાલભાઈ, મંત્રી કિર્તીભાઈ દેસાઈ, તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી અનિશભાઇ શાહે પણ શુભેચ્છા પાઠવી હતી. આ સ્પર્ધામાં કોલેજના ખેલકૂદ પ્રો. ઍમ. કે. પટેલને આચાર્યશ્રીઍ ખુબ અભિનંદન આપ્યા અને ઍમની મહેનતને બિરદાવી હતી. કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આવનારા દિવસોમાં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાઍ મોકલે ઍવી અપેક્ષા વ્યક્ત કરી હતી.