Vishesh News »

જમીનમાં નામ દાખલ કરાવવા ૭૦ વર્ષની વૃદ્ધાને આંટાફેરા ખવડાવતાં પણ અધિકારીઅો શરમાતા નથી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૮ ઃ વાપીની સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ કચેરીમાં ઘણા સમયથી અનેક અરજદારની અરજીઓનો નિકાલ થતો નથી તો કેટલાક જાણીતા બિલ્ડર ભૂમાફિયા અને ફોલ્ડરિયાના કામો તાત્કાલિક થતા હોવાનો આક્ષેપ અને બુમરાણ મચી છે. ત્યારે છેલ્લા ઍક વર્ષથી પોતાની જમીનના સીટી સર્વે કચેરીમાં ઍન્ટ્રી કાર્ડ મેળવવા માટે પેન્ડિંગ અરજી હોવાનો વાપીની ઍક આદિવાસી મહિલા દ્વારા કરાઈ રહ્ના છે અને તે અંગેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ સીટી સર્વે કચેરી માંથી કરાતા જિલ્લા વહીવટી તંત્ર અને મહેસુલ વિભાગના અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રા વિગત મુજબ વાપીના સીટી સર્વે કચેરી ખાતે છેલ્લા ઍક વર્ષથી વાપી આરી ફળિયા ખાતે રહેતા ઍક વૃદ્ધ મહિલા પોતાની માલિકીની જમીનમાં સીટી સર્વે કચેરીમાં મામલતદાર વિભાગમાંથી નામ દાખલ કરાવવા માટે હુકમ કરાયો છે તેવી આ અરજીનો નિકાલ કરવા માટે વાપી સીટી સર્વે કચેરીના અધિકારીઓ પાસે સમય ન હોય તેવું વર્તન કરી આ ૭૦ વર્ષની વૃદ્ધ આદિવાસી મહિલા આટા ફેરા મારી રહી છે. તેમ છતાં તેમની અરજીનો નિકાલ કરવામાં વાપી સીટી સર્વે કચેરીના અધિકારીઓને કોઈ રસ ન હોય તેવી રીતે આ ગરીબ આદિવાસી મહિલાની અરજીનો નિકાલ નહીં કરી આપતા ચારેક દિવસ પહેલા તેઓ વાપીની સીટી સર્વે કચેરીમાં પહોંચ્યા હતા અને તેમની સાથે સીટી સર્વે કચેરીના કર્મચારી દ્વારા કરેલી વાતો અંગેનો વિડીયો વાયરલ કરાયો છે તો વાપી સીટી સર્વે કચેરીમાં આમ પણ મોટાભાગના અરજદારોના કામો સમયસર નહીં થતા હોવાના અરજદારો તેમજ મિલકતદારો દ્વારા કરવામાં આવી રહ્ના છે. જ્યારે આ સીટી સર્વે કચેરીમાં વગ ધરાવતા તેમજ ભૂમાફિયા અને કેટલાક ફોલ્ડરિયા મારફતે કોઈપણ કામ લઈને જવાય તો તેનું કામ ગણતરીના કલાકમાં અને દિવસોમાં થઈ જતું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે છેલ્લા ત્રણ ચાર મહિનાથી વાપી સીટી સર્વે કચેરીમાં નવા આવેલા ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની અરજદારોને વધારે પડતી મુશ્કેલીઓ થઈ રહી હોવાની રજૂઆત વલસાડ જિલ્લા કલેકટર મહેસુલ વિભાગ અને ગાંધીનગર ખાતે આવેલ મહેસુલ વિભાગની કચેરીઓમાં કરાઈ હોવાનું જાણવા મળી રહ્નાં છે.