Vishesh News »

વલસાડ જિલ્લામાં ૭ હજાર વિદ્યાર્થીઅોઍ રામાયણ અંગે પરીક્ષા આપી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૧૮ઃ વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામચરિત માનસ પરિવાર દ્વારા રામાયણમાંથી સંસ્કારોનું સિંચન માટે ધોરણ ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ સ્પર્ધાત્મક જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાંથી ૭,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિજેતા બાળકોને ચારધામની મફતમાં યાત્રા કરાવશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અંગે રામાયણમાં આપેલા સંસ્કારો માંથી વિદ્યાર્થીઓને સંસ્કારોનું સિંચન થાય ઍવા શુભ હેતુથી વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામચરિત માનસ પરિવાર દ્વારા રામાયણના બાળકાંડ વિશે ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવતા આગરો વલસાડ જિલ્લાની ૫૦થી વધુ શાળાઓના ધોરણ ચારથી ધોરણ નવમાં અભ્યાસ કરતા ૭,૦૦૦ થી વધુ બાળકોઍ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૭૦ટકા થી વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીને રામચરિત માનસ પરિવાર દ્વારા ચારધામની મફત યાત્રા કરાવવામાં આવશે.