Vishesh News »

શ્રી ગણદેવી ક્ષત્રિય મિત્ર મંડળનો ૧૦૮મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા. ૧૨ ઃ ગણદેવી ક્ષત્રિય મિત્ર મંડળનો રવિવાર બપોરે ખત્રીવાડમાં ૧૦૮મો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહીત દેશ વિદેશ થી જ્ઞાતિજનો હાજર રહ્ના હતા. ડાન્સ ગરબા અને નાટ્ય સહિત ૨૭ જેટલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોઍ શ્રોતાજનોને ડોલાવ્યા હતા. શ્રી ગણદેવી ક્ષત્રિય મિત્ર મંડળ મહોત્સવ પ્રમુખ ચંદ્રકાન્ત કાપડીઆ, અશોક કાપડીઆ ઍ સમાજજનોને આવકાર્યા હતા. આ પ્રસંગે સમાજના યુવાન, યુવતી અને બાળકોઍ પોતાની આગવી પ્રતિભા સાથે ડાન્સ, ગરબા, ગ્રુપ ડાન્સ, રિંગ ડાન્સ, સાથીયા પુરાવો દ્રારે ગરબો, રીબીન ડાન્સ, રંગીલા રણછોડ ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ જેવી ૨૭ કૃતિઓ રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ૬ દાતાઓના તેલ ચિત્રોનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી અરવિંદ કાપડીઆ, કીર્તિભાઈ બલસારા, દિવ્યેશ કાપડીઆ, નીરવ કાપડીઆ, રાહુલ કાપડીઆ, રાજેશ ખત્રી, રાગિણી કાપડીઆ, કુમુદ કાપડીઆ સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્નાં હતાં.