Vishesh News »

ચીખલી ડેપોના તકલાદી સ્લેબ અંગે હવે તપાસનો ધમધમાટ શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૮ ઃ ચીખલી ખાતે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બની રહેલ બસ સ્ટેન્ડના બાંધકામનો સ્લેબ બે દિવસ પહેલા તૂટી પડ્યા બાદ હવે વહીવટી તંત્ર ઘટના સ્થળે આવી તપાસ કરી રહી છે જેમાં અમદાવાદથી ઍક ટીમ આવી બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. ચીખલી ખાતે બસ સ્ટેન્ડનું બાંધકામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્નાં હતું તે દરમિયાન જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ ચકાસણી કરવા માટે સમય રહ્ના ન હતો અને મજૂરો સાથે સ્લેબ ભરતી વખતે સ્લેબ તૂટી પડ્યા બાદ હવે અધિકારીઓની સર્વે માટે લાઈનો લાગી રહી છે જોકે ચીખલી બસ સ્ટેન્ડનું બાંધકામ પહેલેથી જ વિવાદમાં રહ્નાં છે અને બાંધકામમાં વપરાતું મટીરીયલ પણ ચકાસણી માંગી લે તેમ છે જોકે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથે બની રહેલા આ ચીખલી બસ સ્ટેન્ડના બાંધકામનો સ્લેબ તૂટી પડ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને બાંધકામ કરી રહેલા જવાબદાર કોન્ટ્રાક્ટરો બિલ્ડરો જે તે સમયે કોઈ ફરકયા ન હતા. ત્યારે ચીખલી બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટવાની સાથે આઠ જેટલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી. સદ્નસીબે કોઈ મોટી ઘટના બની નથી પરંતુ ચીખલી બસ સ્ટેન્ડનું તકલાદી બાંધકામ માટે યોગ્ય નિષ્ણાતો દ્વારા ચકાસણી કરી જબાવદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.