Vishesh News »

વલસાડ-ડાંગ બેઠક પર પ્રથમ ઉમેદવારના નામનું ઍલાન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૮ ઃ આગામી યોજનારી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્ના છે ત્યારે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના ગુજરાત પ્રદેશથી સાબરકાંઠા, અમદાવાદ પડ્ઢિમ, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, સહિત વલસાડ લોકસભા બેઠક ૨૬ ના ઉમેદવાર તરીકે ધરમપુર તાલુકાના કાંગવી ગામના રીટાયર્ડ ફૌજી જયંતીભાઈ પટેલનું નામ જાહેર થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. કાંગવીગામના જયંતીભાઈ પટેલની કારકિર્દી તરફ ઍક નજર કરતા જયંતીભાઈ પટેલે ૧થી ૫ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ કાંગવી પ્રાથમિક શાળામાં ૬થી ૯ સુધી વિરવલ આશ્રમશાળા તેમજ ૧૯૮૩મા ઍસ.ઍસ.સી( મેટ્રિક )પાસ કર્યા બાદ ૧૯૮૪ માં ૧૧ માં ધોરણમાં ચાલુ અભ્યાસ દરમિયાન ૧૮ ફેબ્રુઆરીઍ તેમની આર્મી તરીકે પસંદગી થતા નાસિકમાં ઍક વર્ષની ટ્રેનિંગ લીધા બાદ તેમની આર્મી તરીકેની સફર કલકત્તા, પંજાબ, દિલ્હી, કોટા જમ્મુ કાશ્મીર, આગ્રા, ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ સમયે છ મહિના કારગીલમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ પંજાબ હરિયાણા વિસ્તારના અંબાલા ખાતેથી ૧૭ વર્ષ ૧૨ દિવસની નોકરી બાદ નિવૃત્ત થયા હતા વધુમાં જયંતીભાઈ પટેલ ઍ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના ઉમેદવારો આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.