Vishesh News »

પારડીમાં કોîગ્રેસ દ્વારા ‘સ્વર્ગરથ’નું લોકાર્પણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૮ ઃ પારડીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ પ્રેરિત પારડી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ સંચાલિત ‘સ્વર્ગરથ’નું લોકાર્પણ અને કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન સમારંભ આજરોજ યોજાયો હતો. પારડીમાં હનુમાન ડુંગરી ચિવલ રોડ મોબાઈલ ટાવરની સામે વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય આનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મિલનભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ બી. પટેલ, પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બીપીનભાઈ પટેલ, વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમેષભાઈ વસી સહિત અનેક કોîગી અગ્રણીઅોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમમાં લોકસેવામાં મુકાયેલ સ્વર્ગ રથ પારડી અને આજુબાજુ તાલુકાના ગામડાઓની જનતાના અંતિમવિધિ માટે અતિ ઉપયોગી સાબિત થશે. ઍનું લોકાર્પણ આનંતભાઈ પટેલ, પી.ડી. વસાવા અને મિલનભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.