Vishesh News »

વાપીની મહિલાઍ લેહમાં દુર્ગમ ‘ચાદર ટ્રેક’ સર કર્યો

દમણગંગા ટાઈમ્સ (શીતલ ઉપાધ્યાય દ્વારા) વાપી, તા. ૧૮ ઃ આપણે ત્યાં પર્વતારોહણ ઍક જુદા પ્રકારની સહાસિક પ્રવૃત્તિ હોવાથી ઍને ખાસ પ્રોત્સાહન મળતું નથી. તેમાં પણ આ ક્ષેત્રમાં મહિલાઅોની ભાગીદારી તો ઘણી અોછી જાવા મળે છે. જા કે પાછલાં કેટલાક વર્ષોથી આ દિશામાં પરિવર્તન આવતુ રહ્ના઼ છે. અને ઍની અસર માત્ર મેટ્રોસીટી નહીં પરંતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી પણ પહોîચી છે. આપણા વલસાડ, નવસારી, ડાંગ જીલ્લામાંથી પણ અનેક યુવાનો પર્વતારોહણ કરતા થયા છે. દમણના પાર્થ ઉપાધ્યાય જેવાઍ તો માઉન્ટ ઍવરેસ્ટ સર કરવાની સિધ્ધિ પણ મેળવી છે. ઘણાં ઉત્સાહી અને સહાસિક યુવાનો નાના નાના ટ્રેક કરતા થયા છે. ઍમાં વાપીમાં અવધ યુટોપિયામાં રહેતા ઍક ૪૪ વર્ષિય મહિલા શ્રીમતી અંબિકા નરેશ ગર્ગ પણ છે. જેમણે તાજેતરમાં જ દુર્ગમ ગણાતો લેહવિસ્તારનો ‘ચાદર ટ્રેક’ સફળતાપૂર્વક સર કર્યો છે. આ ટ્રેક લેહ વિસ્તારમાં સૌથી કઠીન ટ્રેક ગણાય છે. લેહ-લડાખનો આ ટ્રેક ભારતનો સૌથી પ્રસિધ્ધ વિન્ટર ટ્રેક છે અને ઍ પહાડ પર નહીં પરંતુ થીજી ગયેલી નદી (ગ્લેશિયર) પર કરવાનો હોય છે. ત્યાની ઝન્સ્કાર નામની નદી જયારે થીજી જાય ત્યારે ઍના પર સહાસિકો થીજેલા બરફ પર ટ્રેક કરતા હોય છે. ઍ ખુબ જાખમી પણ હોય છે કારણે ઍમાં કાચો બરફ આવી જાય તો ગરકી જવાનું જાખમ રહેતુ હોય છે. લગભગ ૧૧,૪૦૦ મીટર ( લગભગ ૧૧.૫ કીમી) બરફની નદી પર ચાલવાનું હોય છે. અંબિકા ગર્ગે આવું ટ્રેકીંગ પહેલીવાર કર્યુ નથી. ટ્રેકીંગનો શોખ ધરાવતા અંબિકા ગર્ગ આપણા જીલ્લાના વિલ્સનહિલ જેવા ઘણાં પર્વતીય સ્થળો પર ટ્રેકીંગ કરતા રહ્નાં છે અને ગત ઍપ્રિલમાં તો ઍવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનું ટ્રેકીંગ પણ સફળતાપૂર્વક કર્યુ હતું. ઍ પછી તેમને આ ચાદર ટ્રેક પાર કરવાનો વિચાર આવ્યો હતો. નાનપણથી જ રમત-ગમતની પ્રવૃત્તિમાં રસ ધરાવતા અંબિકા ગર્ગ સ્વભાવિક રીતે હેલ્થ કોન્સીયસ છે. અને અવારનવાર યોજાતી મેરેથોન અને ટ્રેકીંગમાં પણ ભાગ લેતા રહે છે. વિજેતા પણ થાય છે. તેમને ઍક મહિલા તરીકે તેમના ‘કમ્ફર્ટ ઝોન’માંથી બહાર નિકળી કંઈક વિશિષ્ઠ સિધ્ધ કરવુ હતું. અને ઍમાં તેમના સેલવાસમાં ફેકટરી ધરાવતા પતિ નરેશ ગર્ગનો સહકાર મળ્યો તેથી તેમને વિશેષ પ્રોત્સાહન મળ્યું. કુટુંબનો પણ સહકાર મળ્યો. આ અંગે તેઅો ‘દમણગંગા ટાઈમ્સ’ને કહે છે કે તેઅો પરંપરાગત જૈન કુટુંબમાંથી આવે છે અને આવી સાહસિક પ્રવૃત્તિ કરવા માટે માત્ર શારીરીક અને માનસિક સજ્જતા પણ જરુરી હોય છે. હિમાલયમાં લેહ-લડાખમાં જયાં -૪૦ ડીગ્રી સેલ્સિયસ જેવા હાડ થીજી દેતાં ઠંડા વાતાવરણમાં ટકી રહેવું આ ટ્રેકનો મોટો પડકાર હતો. તેથી શારીરીક-માનસિક બન્ને રીતે સુસજ્જ થવા માટે ઘણી પૂર્વ તૈયારી કરી હતી. જેમ કે ઠંડા વાતાવરણથી ટેવાવા માટે ઘરમાં જ રોજ ‘આઈસ બાથ’ લેવાનું શરુ કર્યુ હતું. તો સંપૂર્ણ શાકાહારી કૌટુંબિક પૂર્વભુમિકા છતાં માત્ર ટ્રેક પાર કરવાનું સાહસ કરવા માટે જ તેમણે જૈન ધર્મની રીતે વર્જીત આહાર પણ લેવામાં કોઈ સંકોચ ન કર્યો કે કોઈઍ ઍમને રોકયા-ટોકયા નહીં. તેમણે આ ટ્રેક માટે ઈન્ટરનેશનલ યુથ કલબ મારફતે નોîધણીથી લઈને બધી તૈયારી પોતાની રીતે જ કરી હતી અને ત્યાં તેમની સાથે અોસ્ટેલિયા, સિંગાપોર, દિલ્હી જેવા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા ટ્રેકરો પણ જાડાયા હતાં. તેમણે તેમના શેરપાના માર્ગદર્શનમાં આખો ટ્રેક સર કર્યો હતો. તેઅો પોતાની આ સફળતા અંગે જણાવે છે કે હકીકતમાં કોઈપણ કાર્ય પાર પાડવા માટે મક્કમ નિર્ધાર અને પુષ્કળ પુરુષાર્થ જરુરી હોય છે. જેમ કે ટ્રેક શરુ કરતા પહેલાં બે દિવસ પૂર્વે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ધુમ્મસ છવાઈ ગયુ હતું અને ટ્રેક નરમ બની ગયો હતો તેના પર ચાલવું ઘણું જ કઠીન બન્યુ હતું. છતાં પણ તેમણે ટ્રેકીંગ ચાલુ રાખ્યૂં અને ટ્રેક પુર્ણ કરવામાં ઍક અઠવાડિયા જેટલો સમય નિકળી ગયો. આ ટ્રેક જાખમી હતો અને વાતાવરણ પણ અનિડ્ઢિત હતું તેથી ઘરેથી તેમણે ઍવુ આશ્વાસન અપાયુ હતું કે જા કોઈ સંજાગમાં ટ્રેકીંગ મુલતવી રાખવુ પડે તો મુલતવી રાખવું અને બીજીવાર પ્રયત્ન કરવો. અંબિકા ગર્ગનું પોતાનું આત્મબળ અને પરિવારના પ્રોત્સાહન આ સફળતા માટે કારણભૂત બન્યા અને તેઅો વાપી વિસ્તારની મહિલાઅો માટે ઍક સાહસિક મહિલા તરીકેનું ઉદાહરણ પુરુ પાડી શકયા છે. તેઅો હજુ પણ કપરા ટ્રેક પાર પાડવાની ઈચ્છા ધરાવે છે. જેમાં આફ્રિકામાં સૌથી ઉંચા અને તાન્ઝાનિયામાં સ્થિત દરિયાની સપાટીથી ૧૯,૩૪૧ ફૂટ ઉંચા કિલીમાંજારો શિખર પણ સર કરવાની ઈચ્છા ધરાવે છે.