Vishesh News »

ધરમપુરના ગોરખડામાં પતિઍ પત્નીની હત્યા કરતાં ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૮ ઃ ધરમપુરના રાજપુરી જંગલના ગોરખડા ગામે ૪ માસના સંતાન ધરાવતી પત્નીને પતિઍ હથોડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી લીધી હતી. જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરમપુર તાલુકાના સિદુબર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઇ જીવલાભાઇ ઠાકરીયાની પુત્રી મયુરીના લગ્ન રાજપુરી જંગલ ગામનાં ગોરખડા ફળિયામાં રહેતા જીતેશ ચંદુ કુંવર સાથે વર્ષ ૨૦૦૭-૮ માં થયા હતા. તેઓના સુખી દામ્પત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનનુ સુખ મળ્યું હતું. પરંતું અધૂરા માસના હોવાના કારણે પ્રથમ જન્મ બાદ મૃત્યુ થયું હતું. બીજું સંતાન પૂરા માંસનું હતું. પરંતું કમજોર હોવાના કારણે ઍક માસ બાદ મોતને ભેટ્યું હતું, જ્યારે હાલે ત્રીજું સંતાન ૪ માસ ધરાવે છે. મયુરી સાથે જીતેશ અવાર નવાર ઝગડો કરી મારઝુડ કરતો હતો. પરંતુ તેઓનો ઘર સંસાર ન બગડે તેથી સમાધાન કરવામા આવતું હતું. સમાધાન બાદ થોડા દિવસો માટે જીતેશ મયૂરીને સારી રીતે રાખતો હતો. પરંતુ થોડા દિવસો પછી ફરી જીતેશ મયુરીને મારઝુડ ચાલુ રાખતો હતો. ગતરોજ પણ જીતેશે પત્ની મયુરી સાથે ઝગડો કરી માથાનાં ભાગે હથોડીના ફટકા મારતા, મયૂરીને ઢીમ ઢાળી દીધું હતું, દોડી આવેલા રહીશોઍ જીતેશને પકડી રાખ્યો હતો, થયેલ જાણના પગલે પહોચેલા પોલીસે લાશનો કબ્જો લઈ પી.ઍમ કરાવી પરીજનોને સોંપી હતી. પોલીસે જીતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોકત બનાવ બાબતે મૃતક મયૂરીના પિતાઍ ધરમપુર પોલીસ મથકે નોંધાવી હતી.