Vishesh News »

જુજવામાં ડ્રાઈવીંગ સ્કુલ દ્વારા પ્રાઈવેટ પ્રેકટીસ ટ્રેક બનાવી નંખાયો ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના જૂજવાગામે માતા ફળિયામાં આવેલી બ્લોક સર્વે નંબર ૧૧ વાળી ખેતીની જમીનમાં શિવજી મોટર્સ નામે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ બાઈક અને કાર શીખનારો માટે ગેરકાયદેસર રીતે ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે આરટીઓમાંથી લીગલ પરમિશન પણ લેવામાં આવી નથી તો બીજી તરફ આ ખેતીની જમીન ઍન. ઍ.પણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. ટુ વ્હીલર ફોરવીલર કે મોટા વાહનોના વાહન ચાલકો પાસે લાયસન્સ અવશ્ય હોવું જરૂરી છે. વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં ડ્રાઇવિંગ સ્કૂલોચાલતી આવેલી છે. જોકે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વલસાડ આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ પ્રેક્ટિસ ટ્રેક પર લેવામાં આવતી પરીક્ષા કઠિન હોય છે. વલસાડમાં આવેલી કાર શિખાવનાર મોટા ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો દ્વારા પ્રેક્ટિસ ટેસ્ટ ડ્રાઈવીંગ શીખવા આવનારાઓ માટે ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. જેમાં વલસાડ તાલુકાના જુજવા ગામે માતા ફળિયામાં રહેતા ગામના ખેડૂત ધીરુભાઈ પટેલની આવેલી બ્લોક સર્વે નંબર ૧૧ વાળી જમીનમાં શિવજી મોટર્સ નામની ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જોકે આ આરટીઓ માન્યતા મળી હોવાથી આ ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. તે જમીન માલિકે આપેલી જમીનમાં બનાવવામાં આવેલો પ્રેક્ટિસ ટ્રેક જમીન ઍન. ઍ. કરવામાં આવી નથી તેમ જ ગ્રામ પંચાયતમાંથી શિવજી મોટર્સ નામની મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકને કોઈપણ જાતની પરવાનગી આપી ન હોવાનું ગ્રામ ના સરપંચે જણાવ્યું છે. જૂજવા ગામે ખેતીની જમીનમાં ગેર કાયદેસર રીતે ચાલતી શિવજી મોટર નામની ડ્રાઇવિંગ સ્કૂલ નામની પરવાનગી બાબતે વલસાડ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત વલસાડ આરટીઓ ઇન્ચાર્જ અધિકારી ગજરા તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમાં જ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે આવા ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનતા રહેશે.