Vishesh News »

સાપુતારામાં પોલીસના પ્રવાસી મિત્ર પ્રોજેકટને આવકાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૮ ઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને મનોરંજન સહીત સુરક્ષા મળી રહે તે માટે ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર કટીબદ્ધ બન્યુ છે. પ્રવાસીઓને અગવડતા ન પડે તથા પ્રવાસીઓને જોવાલાયક સ્થળોઍ પોહચતા પહેલા કોઈ મુશ્કેલી ન પડે તેમજ માર્ગદર્શન મુજબ વ્યવસ્થિત સ્થળો પર જાય તેવા આશયથી થોડા સમય પહેલા જ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક ઍસ.જી પાટીલ દ્વારા પ્રવાસીમિત્ર પ્રોજેક્ટ અમલમાં લાવ્યો હતો. જે પ્રવાસીમિત્ર પ્રોજેકટ સાપુતારામાં સાર્થક થયો છે. આજરોજ પ્રવાસી મિત્ર પોલીસની ટીમ દ્વારા સાપુતારાનાં જોવાલાયક સ્થળોઍ તથા સર્પગંગા તળાવના બોટીંગ પાસે ફરવા આવેલ પ્રવાસીઓને જોવાલાયક સ્થળોનાં પોઈંટ વિશે માહિતી આપી હતી. પ્રવાસીઓ ડાંગ પોલીસની કામગીરીને બિરદાવી રહ્ના છે.