Vishesh News »

પીઍમ મિત્ર પાર્કથી કાપડ ઉદ્યોગની કાયાપલટ થશેઃ ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા

(દમણગંગા ટાઈમ્સ) (ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી) નવસારી, તા. ૧૮ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૫જ્ વિઝનને અનુરૂપ (ફાર્મથી, ફાઇબરથી, ફેક્ટરીથી, ફેશનથી, ફોરેનર સુધી), ભ્પ્ પ્ત્વ્ય્ખ્ (પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન ઍન્ડ ઍપેરલ) પાર્ક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામમાં સાકાર થનાર છે ત્યારે તા. ૨૨ મી ના રોજ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવા જઈ રહ્ના છે ત્યારે આ પીઍમ મિત્ર પાર્કથી ટેક્સટાઈલ ઉદ્યોગની કાયાપલટ થશે ઍવી આશા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્ગોમાં જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર ઍસોસિઍશન)ના હોદ્દેદારો પીઍમ મિત્ર પાર્ક વિશે ખાસ કરીને પ્રધાનમંત્ર નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્ના છે સાથે સાથે આ પાર્કને ભારતના કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવનારૂ ઍક મોટું પગલું પણ ગણાવી રહ્ના છે. ફોગવાના પ્રેસીડેન્ટ અશોકભાઈ જીરાવાલાઍ જણાવ્યું કે, પીઍમ મિત્ર પાર્કના ખાતમુહૂર્ત સમારોહ પૂર્વે અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે. અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને નવસારીના સાંસદ અને પ્રદેશ સંગઠનના અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર માનીઍ છીઍ કે, તેમના અથાગ પ્રયત્નોથી ભારત દેશની દોઢસો કરોડની વસ્તીમાં ૭ પીઍમ મિત્રા પાર્કમાંથી ઍક પાર્ક આપણા સુરત જિલ્લાને અડીને આવેલા નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં મળ્યો છે. સુરત દેશનું ગ્રોથ ઍન્જિન તરીકે આખા દેશમાં ઉભરી આવ્યું છે ત્યારે પીઍમ મિત્ર પાર્કથી ૨૦ ટકા વધુ ગ્રોથ સાથે ટેક્સટાઈલ ઉદ્યોગને ઉપલબ્ધિ મળશે. આ સાથે જ ઈમ્પોર્ટ અને ઍક્સપોર્ટ ક્ષેત્રમાં પણ ૨૦ ટકાનો ગ્રોથ જોવા મળશે. કાપડ ઉદ્યોગમાં ગુજરાતનો લાંબો ઇતિહાસ, કુશળતા અને વિશાળ વારસો રહ્ના છે. આ વારસાનો સારો ઉપયોગ કરીને ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કાપડ સપ્લાયર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. જેને પગલે ઉદ્યોગો હરણફાળ ભરી રહ્ના છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પુરેપુરો સહયોગ મળતા કાપડ ઉદ્યોગને બળ મળી રહ્નાં છે. પીઍમ મિત્ર પાર્કથી ઈમ્પોર્ટ-ઍક્સપોર્ટ માટે નવા દ્વાર ખૂલશે. નવી ટેકનોલોજી અપગ્રેડ થશે અને મશીનરીમાં પણ મોટું રોકાણ થવાથી અર્થતંત્રને પણ વેગ મળશે. સુરતના કાપડ ઉદ્યોગ માટે મોટી ઉપલબ્ધિ સમાન ગણાનાર આ પીઍમ મિત્રા પાર્કના કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવી રહ્ના હોવાથી તેમને આવકારવા માટે હર કોઈ હર્ષની લાગણી અનુભવી રહ્નાં છે. ફોગવાના સેક્રેટરી સંજયભાઈ દેસાઈઍ જણાવ્યું કે, અત્યારે ટેકસટાઈલ ઈન્ડ્રસ્ટીઝ છુટી છવાયેલી જગ્યાઍ આવેલી છે. જ્યાં હાલ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પીઍમ મિત્ર પાર્ક સાકાર થવાથી ટેકસટાઈલ ઉદ્યોગની કાયાપલટ થશે. વોટરજેટ લુમ્સ સેકટરમાં ઍફયુલન્ટ વોટર માટે રિસાયકલ પાણી મળશે સાથે લોજીસ્ટીકનો પણ બેનિફીટ મળશે. વીવીંગ યુનિટ હશે ત્યાં જ ટેક્સટાઈલ અને પ્રોસેસિંગ યુનિટ હશે. કાચા માલની જરૂરીયાત પણ ત્યાંથી સંતોષાશે અને વેચાણ માટે ડિલિવરી પણ ત્યાં જ થઈ જશે. સીઈટીપીની પણ વ્યવસ્થા હશે. પીઍમ મિત્ર પાર્કમાં સુરતના પ્રોસેસ હાઉસ, વીવીંગ યુનિટો અને ઈન્ડ્રસ્ટીઝ મળી અંદાજે ૫૦૦ યુનિટો કાર્યરત થવાનો અંદાજ છે. પીઍમ મિત્ર પાર્ક પાસે કામદારો માટે રહેવાની પણ સુવિધા તૈયાર થનાર હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ લાખો લોકોને રોજગારી મળશે. હાલમાં વીવીંગ ઈન્ડ્રસ્ટીઝમાં ૬ થી ૭ લાખ લોકોને રોજગારી મળી રહી છે. વિશ્વભરમાં વિકાસ પુરૂષ તરીકે નામના મેળવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ‘‘ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમી’’નું સપનુ સાકાર કરવા માટે ઉદ્યોગોનું હરણફાળ રીતે વિસ્તૃતિકરણ થઈ રહ્નાં છે. સમગ્ર ગુજરાતમાં ફોગવાના ૨૫ હજાર જેટલા સભ્યો છે. જેઓ પીઍમ મિત્રા પાર્કને દેશની કાપડ ઈન્ડ્રસ્ટીઝના વિકાસમાં સરકારનું મોટુ કદમ ગણાવી રહ્ના છે. વડાપ્રધાનના નિર્ણયને ઉદ્યોગકારો સહર્ષ સ્વીકારી આત્મનિર્ભર ભારતના વિકાસમાં દરેક ઉદ્યોગકાર પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્ના છે. સાથે જ સરકારની હકારાત્મક પોલીસીના કારણે નવા નવા ઉદ્યોગ સાહસિકો પણ મેદાનમાં આવી રહ્ના છે. પીઍમ મિત્રા પાર્ક માટે અમે વડા-ધાનશ્રીનો આભાર વ્યક્ત કરીઍ છીઍ.