Vishesh News »

કપરાડામાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

ગૌદાનના કુલ ૭૮ કાર્યક્રમ થકી અત્યાર સુધી કુલ ૧૭૮૩ ગૌવંશ જરૂરિયાતમંદો અપાયા (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ ઃ શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી, ગૌદાન પ્રોજેક્ટ ચેરપરસન પ્રા. ડૉ. આશા ગોહિલ (મોટાપોંઢા કૉલેજ, તા. કપરાડા, વલસાડ) દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો. ગામના સરપંચ તુકારામ, મહેશભાઈ ગાંવિત (મોટી પલસણ) તથા વલસાડથી દીપ ચૌહાણનો સહકાર પ્રા થયો હતો. ખેરલાવના સરપંચ મયંક પટેલની વિશેષ ઉપસ્થિતિનો લાભ મળ્યો હતો. લાભાર્થીઓના નામ નોંધવામાં દીપ ચૌહાણ (વલસાડ)ની વિશેષ મદદ મળી રહી હતી. કપરાડા તાલુકાના જરૂરિયાતમંદ લોકોને ખેતી, પશુપાલનમાં મદદરૂપ થાય ઍ હેતુથી ગિરનારા ગામમાં ૩૬ ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા હતા. પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા આ સાથે ગૌદાનના કુલ ૭૮ કાર્યક્રમ થકી અત્યાર સુધી કુલ ૧૭૮૩ ગૌવંશ જરૂરિયાતમંદ લોકોને પૂરાં પાડવામાં આવ્યા.