Vishesh News »

મરઘમાળ પ્રા શાળામાં બીજા દિને પણ તાળાબંધી યથાવત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૬ ઃ કપરાડાના સૂલીયાથી ધરમપુરના મરઘમાળ પ્રા.શાળામાં બદલી કરાયેલા શિક્ષક વિવાદિત હોવાનું કારણ ધરી ઍસ.ઍમ.સી સભ્યોઍ વિરોધ સાથે તાળા બંધી બીજા દીને યથાવત રખાતા, શિક્ષકને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી શિક્ષણ કચેરીઍ હાજર થવાનો હુકમ કરાયો, બીજા દીને પણ બાળકોઍ શાળાઍ શાળાની બહાર શિક્ષણ લીધું હતું. ઉમરગામ તાલુકાનાં નાનકાપાડા પ્રા શાળામાં ફરજ બજાવતી વેળાઍ આચાર સંહિતાના ભંગ બદલ કપરાડા ના ઘોટ વણ પ્રા.શાળામાં અને ત્યાંથી સુલીયા પ્રા. શાળામાં સજાના ભાગરૂપે બદલી કરાયેલા શિક્ષક નીલેશભાઈ ભગુભાઈ પટેલ ઍક મહીંના કરતાં વધુ સમયથી શાળામાં હાજર નહી થયા બાદ મરઘમાળ પ્રા.શાળામાં બદલી કરવામાં આવી હતી. પરંતું શીક્ષક શાળામાં હાજર થાય ઍ પહેલાં જ ઍસ.ઍમ.સી કમિટી અને સરપંચ તથા ગ્રામજનોઍ ઉપરોકત શિક્ષક તેઓના ગામની શાળામાં નહી જોઈઍની માંગ સાથે જી.શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી, જોકે શાળામાં ૧૪ તારીખે હાજર થવા ગયેલા શિક્ષકનો ઍસ.ઍમ.સી કમિટીના સભ્યો અને સરપંચ તથા ગ્રામજનોઍ વાંધો લીધો હતો, બીજા દીને શાળામાં ગયેલા શિક્ષકનો વીરોધ કરી તાળા બંધી કરી દેવાઈ હતી, જે બાદ ટી.પી.ઓ કોશરબેન કસલીઍ ઍસ ઍમ સી કમિટી અને સરપંચ તથા તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિતના નિવેદનો લઈ જીલ્લા કચેરીઍ મોકલી અપાયા હતા, બીજા દીને પણ શાળામાં તાળા બંધી યથાવત રહેતા હાજર અન્યો શિક્ષકોઍ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાની બહાર ખુલ્લી જગ્યામાં શિક્ષણ અપાયું હતું. જીલ્લા શિક્ષણ અધિકારીઍ ઍસ.ઍમ.સી કમિટી અને સરપંચ તથા તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે અન્ય શાળામાં બદલીની કરેલ માંગના પગલે બાળકોના હિતને ધ્યાને લઈ શિક્ષકને અન્ય હૂકમ ન થાય ત્યાં સુધી જીલ્લા શિક્ષણ સમિતિ શિક્ષણ શાખામાં વલસાડ ખાતે હાજર રહેવા જણાવાયું હતું.