Vishesh News »

કપરાડામાં સીટીસર્વે કચેરી આપવા અને વાપીમાં સ્ટાફ વધારવા માંગણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ સેન્ટ્રલ કમિશનર અને જમીન રેકર્ડ્સ નિયામક ખાતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે વલસાડ ડિસ્ટ્રિક્ટ રીયલ ઍસ્ટેટ ડેવલોપર ઍસોસિઍશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ ઍસ્ટેટ ડેવલોપર ઍસોસિઍશન પ્રમુખ અશોક મંગે તથા તેમની ટીમે ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને લેખિતમાં રજૂઆત કરી કે સરકાર દ્વારા મહેસુલ કાયદાઓમાં કરાયેલા ફેરફારોને કારણે મહેસુલ વિભાગમાં પારદર્શક્તા આવી છે. પરંતુ, વલસાડ જીલ્લાના નાસિક બોર્ડર ઉપર આવેલ આદિવાસી તાલુકામાં કપરાડામાં સીટી સર્વે કચેરી નથી. જેથી આ વિસ્તારને સીટી સર્વે કચેરી વાપીમાં જોડવામાં આવેલ છે. જે ગ્રામ્ય પ્રજા માટે કોઈ રીતે અનુકુળ નથી. તેથી કપરાડા તાલુકાને તાત્કાલિક સીટી સર્વે કચેરી ફાળવવા માંગ કરી છે. વાપી તાલુકો ખુબ જ ઝડપી વિકાસ પામી રહ્ના છે. આ તાલુકાની જમીનો વધુમાં વધુ બિનખેતી થઇ રહી છે. અને ઍમાં સબ પ્લોટીંગ પણ થઇ રહ્ના છે. જેથી સીટી સર્વે વાપીની કચેરી ઉપર કામનું ભારણ દિવસે દિવસે ખુબજ વધતું જાય છે. અહીં સ્ટાફની કમી પુરી કરવી જરુરી છે. તથા સીટીસર્વે વાપીની કચેરીમાં ક્લાર્કની ખાલી જગ્યા તાત્કાલિક ભરી જાણ વગર કરાતાં ફેરફારો થકી જમીનમાં નવા વિવાદો ઉભા થાય છે. ઍ રોકવા પણ જરુરી છે. વધુમાં જીલ્લાના પ્રમોલ્ગેશનની ભૂલો ક્રમશઃ જલ્દીથી સુધારવા જિલ્લા પ્રમોલ્ગેશન સામે હજારો વાંધા અરજીઓ પેન્ડીંગ છે. ઍ કાર્યવાહી પણ ઝડપી કરવા માંગણી કરાઈ છે. વધુમાં, વલસાડ જીલ્લા માટે ખાસ વધારાના આધુનિક મશીનો સાથે સર્વેયરો આપી ઍમની વિશેષ ટુકડીઓની રચના કરી, જુના કટ, માપણી શીટ, આકરણી પત્રક, રકબો, ૭/૧૨ સાથે ગામના તલાટી, મહેસુલ ખાતાના અધિકારી અને જમીન માલિકની હાજરીમાં ગામોગામ માપણી કરાવી પ્રમોલ્ગેશનની પ્રક્રિયા પુરી કરવામાં આવે તો આ પ્રશ્નનો સચોટ નિરાકરણ થઇ શકશે ઍમ સુચન સાથે રજુઆત કરવામાં આવી છે.