Vishesh News »

ગુંદલાવ પંચાયતે રસ્તા પર દબાણ હટાવવા નોટીસો ફટકારી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ ખેરગામ રોડ નું નવીનીકરણ સંદર્ભે આજરોજ ગુંદલાવ ગામના સરપંચે ગુંદલાવ રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનાર લેરી કલાકે દુકાનદારોને દબાણ હટાવવા માટે નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે દૂર કરવા જણાવ્યું છે જો આવું નહીં કરે તો ગુંદલાવ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવશે હું જણાવ્યું હતું. વલસાડ - ખેરગામ રોડનું નવીનીકરણ રોડની કામગીરી આગામી દિવસોમાં શરૂ થવાનું છે જેને લઇ વલસાડના કૈલાસ રોડ થી ખેરગામ સુધી રસ્તા ઍ બંને તરફ રોડ માર્જિનમાં આવતા દુકાન લારી ગલ્લા મંડપ કે અન્ય દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ પટેલે આજરોજ ગુંદલાવ રોડની બંને બાજુમાં ગેરકાયદેસર રીતે દબાણ કરેલ લારી ગલ્લા પાનના ગલ્લા મંડપ, પ્લાસ્ટિક મંડપ રસનું કોલુ સહિત ના દબાણ કર્તાઓને બે દિવસમાં જે તે દબાણ સ્વખર્ચે દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યુ છે. દબાણ દૂર કરવામાં નહીં આવશે તો ગ્રામ પંચાયત દ્વારા તમારા ઉપર દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.વલસાડ ખેરગામ રોડના સેન્ટર થી ૧૦ મીટર નું માર્જિન છોડવા માટે જણાવ્યું છે.